ધો.12 સાયન્સનું ગુજરાત શિક્ષણ બોર્ડ, સીબીએસઈ, આઈએસસીનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. ડિગ્રી ઈજનેરી સહિતના પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ માટેની પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ થઈ છે.

આજે ધો.10નું રિઝલ્ટ જાહેર થવા સાથે એકાદ સપ્તાહમાં ડીપ્લોમાની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે પરંતુ હજુ સુધી સવર્ણ ગરીબ સ્કીમનો કેવી રીતે અમલ થશે તે અંગે રાજ્ય સરકાર કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકી નથી.

10 ટકા અનામત આપવા માટે 25 ટકા સીટ વધારવી કે પછી સુપરન્યુમરી સીટ ગણવી? તેનો જવાબ મળતો નથી. આ વર્ષે કાનૂની લડત થાય તેવા એંધાણ છે. એઆઈસીટીઈ 10 ટકા ઈડબલ્યુએસના અમલ માટે, જેટલો રેશિયો રાખવો પડે તેને જાળવવા જેટલી સીટ વધારવી પડે તેને મંજૂરી આપશે. ત્યારબાદ એકાદ-બે દિવસમાં રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

એઆઈસીટીઈ, એમસીઆઈ સહિતના કાઉન્સિલોએ 10 ઈડબલ્યુએસના નોટિફિકેશન કરી દીધા છે. પરંતુ એમસીઆઈએ સુપર ન્યુમરી સીટ ગણવાનો સદંતર ઈન્કાર કરી દીધો છે. એઆઈસીટીઈએ પણ આ અનામતનો કેવી રીતે અમલ કરવો તેનો ફોડ પાડયો નથી.

ગુજરાતમાં એસીપીસી સહિતની એડમિશન કમિટીઓ પણ હાલ મુંઝવણમાં જ છે. એક વખત ચીફ સેક્રેટરી સાથે પણ મીટિંગ મળી હતી પરંતુ નક્કર કંઈ થયું નહોતું. જો 50 ટકા જનરલ સીટમાંથી 10 ટકા કાપીને ઈડબલ્યુએસ આપે તો જનરલ કેટેગરીવાળા વાંધો ઉઠાવે. જો 50 ટકા જનરલ વત્તા 10 ટકા ઈડબલ્યુએસ કરવામાં આવે તો અન્યો તરફથી વાંધો આવે તેમ છે.

એક ક્લાસરૂમમાં બેન્ચ હોય, અધ્યાપકને ઉભા રહેવા માટે નાનું સ્ટેજ હોય તે પ્રમાણે વિદ્યાર્થીની ગોઠવણી થાય. રેગ્યુલર વિદ્યાર્થી ઉપરાંત ટીએફડબલ્યુ, દિવ્યાંગ, મહિલા અનામત, જમ્મુ-કાશ્મીર ક્વોટા વગેરે ક્વોટાના વિદ્યાર્થીને સમાવવાના હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post 10 ટકા સવર્ણ ગરીબ સ્કીમનો અમલ કેવી રીતે કરવો? સરકાર ખુદ બરાબરની મૂંઝવણમાં મૂકાઇ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/how-to-implement-10-golden-poor-scheme-the-government-itself-is-confused/
via Best Gujarati News