જૂનાગઢઃ પપ્પા મને બચાવી લો…મારે તમારી સાથે રહેવું છે. આવા કાલાવાલા કરી કરગરતી દિકરી અને *બેટા…દિકરા ઓમ નમ્ઃ શિવાય બોલો* કહેતા પપ્પાનો આ સંવાદ કોઈપણ દિકરીના પપ્પા માટે ક્યારેય ન ભુલી શકાય તેવો છે.

આ વાતચીત હતી જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈના દિકરા મનોજ જોષીની 12 વર્ષની કોમળ ‘પરી’ અને તેના પપ્પા વચ્ચેની… સમય હતો શનિવાર સાંજના 7 વાગ્યાનો… હૈદરાબાદ પાસે અકસ્માત થતા જીવન-મરણ વચ્ચે જોલા ખાતી દિકરીને બચાવવા હૈદરાબાદ સુધી દોટ મુકતા પપ્પા હોસ્પિટલ સુધી પહોચી ગયા…

અને પગથીયા ચડતા થોડા જ અંતરે દિકરી તેના પપ્પાના ખભે માથુ મુકી જીવન જીવવા કરગરતી અંતિમ શ્વાસ લેતી હોય તે દ્રશ્ય આજે એ દિકરીના અંતિમયાત્રા સમયના છેલ્લા વિસામા સ્મશાન ખાતે વર્ણવાયુ ત્યારે ત્યાં હાજર હકડેઠાઠ માનવ મેદનીની આંખો ચોધાર પાણીએ ભરાઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જૂનાગઢના ધારાસભ્યની પૌત્રીના અંતિમ શબ્દો: ‘પપ્પા મારે તમારી સાથે રહેવું છે…મને બચાવો…’ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/junagadh-mla-grand-daughter-final-words-dad-i-want-to-be-with-you-save-me/
via Best Gujarati News