આણંદના ઉમરેઠમાં 5 જાનૈયા ડૂબ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાંથી 4ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા મહેમાનો ગરમીમાં રાહત મેળવવા માટે આણંદના મહિસાગર નદીમાં ન્હાવા ગયા હતા. ત્યાં આ ગમખ્વાર બનતા લગ્ન પ્રસંગમાં માતમ છવાઇ ગયો હતો.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આણંદના ઉમરેઠ પાસે પ્રતાપપુરાની આ ઘટના છે. ઉમરેઠમાં પાસે પ્રતાપપુરામાં એક યુવતીનો લગ્ન પ્રસંગ હતો, ત્યારે મોરબીથી લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં જાનૈયાઓ હાજરી આપવા આવ્યા હતા.

હાલ ગરમીની સીઝન ચાલી રહી છે, જેના કારણે અમુક મહેમાનો ગરમીમાં રાહત મેળવવા માટે આણંદના મહિસાગર નદીમાં ન્હાવા ગયા હતા. મહીસાગર નદીમાં ન્હાવા ગયેલા 5 જાનૈયાઓ અચાનક પાણીના વ્હેણમાં તણાવા લાગ્યા હતા. તેમાંથી 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ પહોંચી હતી.

આ ઘટનામાં એવું પણ જાણવા મળે છે કે, જાનમાં આવેલું એક બાળક નદીમાં ડૂબ્યું હતું. તેને બચાવવા માટે ચાર મહિલાઓ નદીમાં કૂદી હતી. પરંતુ બાળકને બચાવી શકી ન હતી અને તેમાંથી 3 મહિલાના મોત થયા હતા. બાળકનું પણ મોત થયું હતું. જ્યારે એક મહિલા બચી જતાં તેને ઉમરેઠની હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડવામાં આવી હતી.

આ ઘટનામાં જે એકનો આબાદ બચાવ થયો છે, તેને તાત્કાલિક ઉમરેઠની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય 4ના મૃતદેહો પર પોલીસે કબજો કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આણંદ: લીલા તોરણે આવેલી જાનમાં છવાયો માતમ, મહીસાગરમાં ન્હાવા ગયેલા 5 જાનૈયાઓના મોત appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/anand-umreth-in-4-woman-jump-in-river-4-woman-dad-and-1-dad-include-child/
via Best Gujarati News