સુરતમાં રોડ પર દોડતી કારમાં લાગી આગ, ચાર લોકોનો આબાદ બચાવ
સુરતના કતારગામ વિસ્તારમાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. કારમાં આગ એટલી ભયાનક હતી કે, ફાયર બ્રિગેડનો કાફલો પહોંચે તે પહેલા બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિ ન થયાના અહેવાલ મળી રહ્યા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ વિસ્તારના મિનાક્ષીવાડી પાસે મોડી રાત્રે એક કારમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે કાર રોડ પર દોડી રહી હતી. જેના પગલે ગાડીમાં સવાર ચાર લોકો બહાર નીકળી ગયા હતા, જેમનો બચાવ થયો છે. જ્યારે ઘટનાને પગલે સ્થાનિક લોકોનું ટોળું ભેગું થઇ ગયું અને આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી. જો કે, શોટ સર્કિટને લીધે ગાડીમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુરતમાં રોડ પર દોડતી કારમાં લાગી આગ, ચાર લોકોનો આબાદ બચાવ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/surat-fire-in-car-near-katargam-due-to-short-circuit/
via Best Gujarati News
0 Comments