લોકસભાની ચૂંટણીનાં તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. તેની સાથે જ તમામ ખાનગી એજન્સીઓના એક્ઝિટ પોલ પણ સામે આવી ગયા છે. એક્ઝિટ પોલ પ્રમાણે, ભાજપ ફરી બહુમતી સાથે સત્તામાં ફરીથી આવતું જણાઇ રહ્યું છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયા છે. ભાજપના એક પછી એક દિગ્ગજ નેતાઓ એક્ઝિટ પોલના આંકડાઓને લઇને પોતાનું નિવેદન આપી રહ્યા છે.

એગ્ઝિટ પોલના આંકડાઓ બાદ ભાજપના જીતુ વાઘાણીનું નિવેદન સામે આવી રહ્યું છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, લોકસભાની ચૂંટણીમાં બીજેપીની જીત નિશ્ચિત છે. અને અમે એક્ઝિટ પોલના આંકડાઓ અને જનતાના ચુકાદાને માથે ચઢાવીએ છીએ. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના છે, અને આ તેમનું ગુજરાત છે તો સ્વાભાવિક રીતે લોકો પોતાના પનોતા પુત્રોને જ સત્તામાં લાવશેને…

ગુજરાતમાં 26 બેઠક પર BJPની જીતના એગ્ઝિટ પોલ સામે આવ્યા છે. ફરીથી એક વખત ગુજરાતમાં ભાજપ તમામે તમામ 26 બેઠકો જીતીને કોંગ્રેસને ક્લિનસીપ કરશે. તેમણે કોંગ્રેસને આડે હાથ લેતા પ્રહારો કર્યા હતા કે, નરેન્દ્ર મોદીનો સામનો કરવા વિપક્ષ પાસે કોઇ મજબૂત નેતૃત્વ નથી. ગુજરાતમાં જ નહીં દિલ્હીમાં પણ નરેન્દ્ર મોદીનો સામનો કરવામાં વિપક્ષ પાંગળો સાબિત થયો છે.

તેમણે કહ્યું કે, BJPએ હંમેશાં દેશના વિકાસ માટે મત માગ્યા છે. જ્યારે વિપક્ષ જાતિવાદના આધારે ચૂંટણી લડી રહ્યું છે. હવે ટૂંક સમયમાં જનતા પોતાનો ચુકાદો આપશે, પરંતુ જો વિપક્ષ હાર ભાળશે કે તરત EVM પર ઠિકરું ફોડે છે. આ વખતે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસનો પરિવાર દેશમાં નીકળી પડ્યો હતો, પરંતુ તેનાથી તેમને કોઇ ફાયદો થવાનો નથી. મારા મત મુજબ તો આ વખતની સામાન્ય ચૂંટણી રાષ્ટ્ર વિરોધી અને રાષ્ટ્રવાદ વચ્ચેની ચૂંટણી હતી. રાષ્ટ્રનું ગૌરવ હણવાનું કામ વિપક્ષે કર્યું છે. માટે જનતા બધુ સમજી ગઇ છે. અને તેમને પોતાનો મત આપી પણ દીધો છે.

તમને જણાવી દઇએ કે, ગઇકાલે સોમવારે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો જીતશે. દેશમાં એનડીએની સરકાર ફરીથી બનશે તેવો વિશ્વાસ નીતિન પટેલે વ્યક્ત કર્યો હતો. એગ્ઝિટ પોલના તારણ પર નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે, ચૂંટણી જાહેર થઈ ત્યારથી નરેન્દ્ર મોદીને PM બનાવવાની ચર્ચા છે. દેશના વિકાસ માટે ભાજપ ફરી સત્તા મેળવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં BJP અધ્યક્ષથી લઈ તમામ કાર્યકરો પ્રચારમાં જોડાયા હતાં અને અમે કરેલા કામનો હિસાબ જનતા સુધી પહોંચાડ્યો હતો. અત્યાર સુધીનું મજબુત નેતૃત્વ મોદી સરકારનું છે તે પ્રજા જાણી ગઇ છે. કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોને સત્તા લાલસા હતી અને કોંગ્રેસ અને સાથી પક્ષોએ હાથમાં હાથ મીલાવી ફોટા પડાવ્યા હતા. પરંતુ તેમના સપના ક્યારેય પૂર્ણ થઇ શક્શે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ‘નરેન્દ્ર મોદીનો સામનો કરવા વિપક્ષ પાસે કોઇ નેતૃત્વ જ નથી, ભાજપ સામે વિપક્ષ પાંગળો’ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/gandhinagar-in-exit-polls-show-bjp-jitu-wagani-statement/
via Best Gujarati News