આજે ધો.10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું તથા એક્ઝિટ પોલ્સને લઇ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન પર મીમ શેર કરીને બરાબરના ઘેરાયેલા વિવેક ઓબેરોય એ મંગળવારે સવારે માફી માંગી અને પ્રિયંકા એ કોંગ્રેસ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે તેઓ ન્યૂઝ ચેનલોની તરફથી પ્રસારિત એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળ્યાના અનુમાન પર ધ્યાન આપે તથા હજુ સુધી સવર્ણ ગરીબ સ્કીમનો કેવી રીતે અમલ થશે તે અંગે રાજ્ય સરકાર કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકી નથી તેમજ આણંદના ઉમરેઠમાં 5 જાનૈયા ડૂબ્યા હોવાના અહેવાલ સામે આવ્યા તથા મેકડોનાલ્ડ્સે સ્ટોર્સમાંથી ઘણા ઉત્પાદનો મેન્યૂમાંથી હટાવી દિધા સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: ધોરણ-10નું 66.97% પરિણામ જાહેર, જાણો સૌથી વધુ અને સૌથી ઓછું ક્યા જિલ્લાનું રિઝલ્ટ

આજે ધો.10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લોએ મેદાન માર્યું છે. સુરત આ વખતે પ્રથમ ક્રમે આવ્યું છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 79.63 ટકા છે. જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: વિવેક ઓબેરોયે ધડાધડ બે ટ્વિટ કરી, ઐશ્વર્યાનું વિવાદાસ્પદ મીમ ડિલીટ કરીને માફી માંગી

એક્ઝિટ પોલ્સને લઇ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન પર મીમ શેર કરીને બરાબરના ઘેરાયેલા વિવેક ઓબેરોય એ મંગળવારે સવારે માફી માંગી લીધી. તેની સાથે જ તેમણે જે મીમ શેર કર્યું હતું, તેને પણ ડિલીટ કરી દીધું.

વધુ વાંચવા કરો ક્લિક-3:એક્ઝિટ પોલથી કોંગ્રેસ રઘવાયું થયું, પ્રિયંકા ગાંધીએ કાર્યકર્તાઓને કહી દીધું કે…

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુના એક્ઝિટ પોલના અનુમાનોના નકાર્યા બાદ હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા એ પણ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકા એ કોંગ્રેસ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે તેઓ ન્યૂઝ ચેનલોની તરફથી પ્રસારિત એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળ્યાના અનુમાન પર ધ્યાન આપે.

વધુ વાંચવા કરો ક્લિક-4:ચૂંટણી પૂરી થતાં જ DTH બોક્સમાંથી NaMo TV રહસ્યમય રીતે…

લોકસભા ચૂંટણી 2019 વખતે નમો ટીવી જેટલા રહસ્ય રીતે તમારા સેટટોપ બોક્સમાં આવ્યું હતું, એટલી જ ગુપ્ત રીતે ડીટીએચ પ્લેટફોર્મમાંથી ગાયબ થઈ ગયું છે. 26મી માર્ચના રોજ લોકસભા ચૂંટણી શરૂ થયાના ગણતરીના દિવસો પહેલાં જ્યારે લોકોએ ટીવી ચેનલોમાં નમો ટીવી જોયું તો લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. આ ચેનલની પહેલાં કોઈ જાહેરાત આવી નહીં અને દર્શકોને કોઈ જ પ્રકારની સૂચના આપવામાં આવી નહતી.

વધુ વાંચવા કરો ક્લિક-5:પ્રણવ મુખર્જીએ ચૂંટણી પંચના કર્યા બે મોઢે વખાણ, કહ્યું- શાનદાર રીતે ચૂંટણી થઇ

લોકસભા ચૂંટણી પરિણામ આવવાની હજુ બે દિવસની વાર છે, પરંતુ એક્ઝિટ પોલથી જ વિપક્ષના ખેમામાં ખળભળાટ મચી ગયો છે. સોમવારના રોજ ચૂંટણી પંચની ભૂમિકા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષે પ્રશ્ન ઉઠાવાના શરૂ કરી દીધા છે. આ બધાની વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ચૂંટણી પંચના વખાણ કર્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: 10 ટકા સવર્ણ ગરીબ સ્કીમનો અમલ કેવી રીતે કરવો? સરકાર ખુદ બરાબરની મૂંઝવણમાં મૂકાઇ

ધો.12 સાયન્સનું ગુજરાત શિક્ષણ બોર્ડ, સીબીએસઈ, આઈએસસીનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. ડિગ્રી ઈજનેરી સહિતના પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ માટેની પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. આજે ધો.10નું રિઝલ્ટ જાહેર થવા સાથે એકાદ સપ્તાહમાં ડીપ્લોમાની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે પરંતુ હજુ સુધી સવર્ણ ગરીબ સ્કીમનો કેવી રીતે અમલ થશે તે અંગે રાજ્ય સરકાર કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકી નથી.

આણંદના ઉમરેઠમાં 5 જાનૈયા ડૂબ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાંથી 4ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા મહેમાનો ગરમીમાં રાહત મેળવવા માટે આણંદના મહિસાગર નદીમાં ન્હાવા ગયા હતા. ત્યાં આ ગમખ્વાર બનતા લગ્ન પ્રસંગમાં માતમ છવાઇ ગયો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-8: ખાખી પર કલંક! DySP ચિરાગ સવાણીએ ભરતની હત્યાની, પુત્રના અપહરણની ધમકી આપેલી

DySP ચિરાગ સવાણી અને તેમના ભાઈ હરનીશ સવાણી ઉર્ફ મોન્ટુના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરનાર ભરત પટેલના પરિવારજનો અને મિત્રોનું પોલીસે સોમવારે નિવેદન નોંધ્યું હતું. ભરતના એક મિત્રએ જણાવ્યા મુજબ સવાણી બંધુઓ ભરતની હત્યા કરવાની, પુત્ર-પુત્રીના અપહરણની ધમકી પણ આપતાં હતા.

વધુ વાંચવા કરો ક્લિક-9: મેકડોનાલ્ડ્સમાં ખાવાના શોખીનોને નહીં મળે હવે આ વાનગીઓ, જાણો શું છે કારણ

અમેરિકન ફાસ્ટ ફૂડ ચેઇન મેકડોનાલ્ડ્સે દિલ્હી-એનસીઆરમાં ફરીથી ખોલવામાં આવેલ 13 સ્ટોર્સમાંથી ઘણા ઉત્પાદનો મેન્યૂમાંથી હટાવી દિધા છે. જેમાં મેકઆલુ અને ગ્રીલ્ડ ચિકન રેપનો સમાવેશ થાય છે. મેકડોનાલ્ડ્સે તેના ભાગીદાર વિક્રમ બક્શીની સાથે કોનાટ પ્લાઝા રેસ્ટોરેન્ટ્સ પ્રા. લિ. (CPRL)ના સંપાદન કરાર કર્યા પછી, મેકડોનાલ્ડ્સે આ સ્ટોર્સને ફરીથી પ્રારંભ કર્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: વર્લ્ડ કપમાં ગાંગુલીનો આ રેકોર્ડ તોડવામાં 106 કેપ્ટનને છુટી ગયો પરસેવો

30મેંના રોજ વર્લ્ડ કપ શરૂ થવાનો છે એવામાં ક્રિકેટરો તેમજ આમ જનતામાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વળી ટાઈમ ટેબલ પણ આવી ચૂક્યું છે. પહેલો મેચ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાનો છે. ભારતની ટીમ પહેલો મેચ 5 જુને રમવાની છે અને આપણો મેચ છે સાઉથ આફ્રિકા સામે. તો વળી વિરાટ કોહલી માટે એક સારા સમાચાર પણ છે. જે રેકોર્ડ 106 કેપ્ટન નથી તોડી શક્યાં એ રેકોર્ડ તોડવાનો મોકો કોહલીને મળવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@12 PM:ધો.10ના 11.59 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, વિવેકે ઐશ્વર્યાની માંગી માફી સહિતના સમાચાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/21-may-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News