છોટાઉદેપુરમાં શિક્ષણનું સ્તર કથળતા જંગે ચડી બે આદિવાસી કન્યાઓ, કરે છે સરકાર પણ લાજે તેવું કામ
રાજ્યમાં સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું આવે છે. અને ચાલું વર્ષે પણ ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ છોટાઉદેપુર જિલ્લાનું આવ્યું છે. ત્યારે શિક્ષણની ચિંતા બે આદિવાસી કન્યાઓએ કરી હતી. તેઓએ ઉનાળાના વેકેશનમાં આદિવાસી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહી છે.
છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. નસવાડી તાલુકામાં પણ શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે. હાલ નસવાડી તાલુકામા વેકેશન હોવાથી શાળાઓ બંધ છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં ઘટતા શિક્ષણ સ્તરને લઈ નસવાડીના આનંદપુરી ગામે હાલ વેકશનમાં શાળા ચલાવી રહી છે.
નસવાડી અને આનંદપુરીની બે કન્યા ધોરણ-12 પાસ છે. આ બન્ને કન્યાઓ પોતાનો સમય હાલ આદિવાસી બાળકોને અભ્યાસ માટે ફળવ્યો છે. જેમાં એક કન્યાના પિતા ન હોવા છતાંય નસવાડીથી આનંદપુરી પગપાળા અભ્યાસ કરાવવા માટે આવે છે. અહીં બન્ને આદિવાસીઓ કન્યાઓ 30થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને શાળાના બ્લેક બોર્ડમાં અભ્યાસ કરાવે છે અને તેઓ અંગ્રેજી વિષય પર વધુ ધ્યાન આપે છે.
દરરોજ સવારના 8 થી 11 સુધી આ બે કન્યાઓ કોઈપણ સ્વાર્થ વગર ત્રણ કલાકનો સમય બાળકોના શિક્ષણ પાછળ ફાળવે છે. બાળકો સમયસર શાળાએ નથી આવતા તો જાતે આ કન્યાઓ ઘરે બાળકોને બોલાવવા જાય છે, જ્યારે ગામના વાલીઓ પણ તેમની કામગીરીથી ખુશ થયા છે.
રાજ્ય સરકાર દ્વારા વેકેશન દરમ્યાન જે નબળા બાળકો શિક્ષણમાં છે તેને સમય આપી શાળામા બે કલાક સમય દાન કરી બેસાડવાનું જણાવ્યું છે, પરંતુ શિક્ષકો પ્રત્યે ધ્યાન આપતા ન હોય ત્યારે શિક્ષકો અને શિક્ષણ વિભાગે વેકેશનમા કોઈપણ સ્વાર્થ વગર બે કન્યાઓ શાળા ચલાવી રહી છે. જેનાથી ઘણું બધુ શીખવા જેવું છે. શિક્ષણને સુધારવાનો પ્રયાસ સરાહનીય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post છોટાઉદેપુરમાં શિક્ષણનું સ્તર કથળતા જંગે ચડી બે આદિવાસી કન્યાઓ, કરે છે સરકાર પણ લાજે તેવું કામ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/chhotaudepur-in-education-level-low-two-tribal-girls-clashing-with-the-government/
via Best Gujarati News




0 Comments