ચોકલેટ ખાવાની દરેક લોકોને પસંદ હોય છે. જણાવી દઇએ કે ચોકલેટ આમ તો દરેક લોકો ખાતા હોય છે. સાથે જ તેને મેલ્ટ કરીને પણ ઘણી વાનગીઓ બનાવી શકાય છે. ચોકલેટ મેલ્ટ કરતા પહેલા ઘણી વાતો ધ્યાનમાં રાખવી જોઇએ. જેનાથી તમે દરેક વાનગીઓ પરફેક્ટ બનાવી શકો છો. તો આવો જોઇએ ચોકલેટ મેલ્ટ કરવાના કેટલાક અસરકારક ઉપાય…

– ચોકલેટને નાના-નાના ટૂકડામાં કટ કરી લો.

– ચોકલેટ પીગળતા સમયે તેને સતત ગરમ કરતા રહેવું ખૂબ જરૂરી છે. જેથી તેમા ગાંઠ ન પડે.

– ચોકલેટને વધારે સમય સુધી આંચ પર ન રાખો. વધારે ગરમ કરવી પણ યોગ્ય નથી.

– તેને પીગાળતા સમયે પાણીથી બિલકુલ દૂર રાખો. પાણીનું એક પણ ટીંપુ તેને ખરાબ કરી શકે છે.

– ચોકલેટને હલાવતા સમયે કોઇ લાકડાના ચમચાથી જ હલાવો. સ્ટીલની ચમચીનો ઉપયોગ ન કરો.

– એક પેનમાં થોડૂંક પાણી ભરીને, તેની અંદર ચોકલેટ વાળા બાઉલને રાખી દો અને બાદમાં ચોકલેટને પીગાળો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચોકલેટ મેલ્ટ કરતા સમયે ધ્યાનમાં રાખવા જેવી વાત, નહીંતર… appeared first on Sandesh.



from Lifestyle – Sandesh http://sandesh.com/lifestyle-such-a-melt-chocolate-this-is-the-right-way/
via Best Gujarati News