ચૂંટણી પરિણામ બાદ આવશે PM મોદીની ફિલ્મ, નવું પોસ્ટર થયું રિલીઝ
લાંબા સમયથી રિલીજની રાહ જોવાઈ રહી છે તે ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી બાયોપીક હવે રિલીઝ માટે તૈયાર છે. વિવેક ઓબેરોયની આ ફિલ્મ આવતા શુક્રવારે રિલીઝ થશે, પણ એ પહેલા ફિલ્મનું નવુ પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યુ છે જે જોવામાં ખુબજ જબરદસ્ત લાગી રહ્યુ છે. પોસ્ટરમાં પીએમ મોદી શંખનાદ કરતા જોવા મળી રહ્યા છે.
આ પોસ્ટર ફિલ્મમાં મુખ્ય એક્ટર વિવેક ઓબેરોયે પોતાની સોશિયલ મીડિયા વોલ પર શેર કરી છે. આ પોસ્ટરને શેર કરતા વિવેકે એક કૈપ્શનમાં લખ્યુ છે કે ભારતમાં દરેક મોટા કામની શરૂઆત શંખનાદથી કરવામાં આવે છે. આ કૈપ્શન પરથી વિવેકનો ઉત્સાહ જોવા જેવો છે.
भारत में हर बड़े काम कि शुरूवात शंख बजा कर की जाती है … #PMNarendraModi #DekhengeModiBiopic#PMNarendraModiOn24thMay@vivekoberoi @OmungKumar @sandip_Ssingh @sureshoberoi @ModiTheFilm2019 @anandpandit63 @LegendStudios @AcharyaManish7 @tseries pic.twitter.com/rZ4Q0pqo7v
— Vivek Anand Oberoi (@vivekoberoi) May 20, 2019
અત્યાર સુધીમાં સામે આવેલા તમામ પોસ્ટર્સમાં આ પોસ્ટર ખાસ છે. ભગવા અને લાલ રંગના કોમ્બિનેશનવાળા આ પોસ્ટરમાં લખ્યુ છે કે આવી રહ્યા છે ફરીથી પીએમ નરેન્દ્ર મોદી, હવે કોઈ રોકી નહી શકે. આ ટેગ લાઈન ચૂંટણીના પરિણામ પહેલા પૂર્વ અનુમાનો તરફ ઈશારો કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં વિવેક ઓબેરોયે નરેન્દ્ર મોદીનો રોલ નિભાવ્યો છે. અમિત શાહની ભૂમિકામાં અભિનેતા મનોજ જોશી દેખાશે, સાથે દર્શન કુમાર, બોમન ઇરાની, પ્રશાંત નારાયણન, ઝરીના વહાબ, બરખા બિસ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, યતીન કાર્યેકર, રાજેન્દ્ર ગુપ્તા અને અક્ષત સલુજાએ મહત્વનો રોલ નિભાવ્યો છે. સુરેશ ઓબેરોય, આનંદ પંડિત અને આચાર્ય મનીષ ફિલ્મના નિર્માતાઓ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી આ બાયોપિક પહેલા 5 એપ્રિલે રિલીઝ થવાની હતી, પછી તે 11 એપ્રિલે રિલીઝ થશે તેવી વાત થઈ જો કે હવે આ ફિલ્મ 24 મેએ રિલીઝ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચૂંટણી પરિણામ બાદ આવશે PM મોદીની ફિલ્મ, નવું પોસ્ટર થયું રિલીઝ appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/new-poster-release-of-biopic-pm-narendra-modi/
via Best Gujarati News
0 Comments