લોકસભા ચૂંટણી 2019નું પરિણામ 23 મેએ આવવાનું છે. આ પહેલા 19 મેએ એક્ઝિટ પોલ આવી ગયા છે. એક્ઝિટ પોલના પરિણામોમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ એક વાર ફરીથી સત્તામાં આવે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. એક્ઝિટ પોલ બાદ સોશિયલ મીડિયા પર મોમ્સ બનાવીને વિપક્ષે ખુબજ મજાક ઉડાવી છે. આ દરમિયાન ભાજપને સપોર્ટ કરનાર એક્ટર વિવેક ઓબેરોયનું એક ટ્વીટ વાયરલ થઈ રહ્યુ છે.

વાસ્તવમાં આ ટ્વીટમાં વિવેક ઓબેરોયે કોઈ યૂઝરનું મીમ શેર કર્યુ છે. આની સાથે જ ઐશ્વર્યા રાય બચ્ચન અને એક્ઝિટ પોલ બનેની મજાક ઉડાવી છે. ટ્વીટ જોઈને એવુ થાય કે એવુ તો શુ થયુ કે આવુ મીમ વિવેકે શેર કર્યુ.

વિવેક ઓબેરોયે જે મીમ શેર કર્યુ છે તેમાં ઐશ્વર્યા રાય અને સલમાન ખાન સાથે દેખાઈ રહ્યા છે. કેપ્શનમાં લખ્યુ છે કે ઓપિનિયન પોલ, બીજી તસવીરમાં ઐશ્વર્યા રાય વિવેક ઓબેરોય છે તેમાં લખ્યુ છે કે એક્ઝિટ પોલ, ત્રીજી તસવીરમાં લખ્યુ છે કે ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચન અને પૂત્રી આરાધ્યા આ તસવીર પર લખ્યુ છે રિઝલ્ટ.

વિવેક ઓબેરોયે આ મીમને લાફિંગ ઈમોજી સાથે શેર કર્યુ છે અને લખ્યુ છે કે No politics here….just life. ભલે વિવેક ઓબેરોયને આ તસવીરમાં ગજબનું હ્યુમર દેખાયુ, પણ ખરેખર તો વિવેકે આડકરતી રીતે એક્ઝિટ પોલની મજાક ઉડાવી છે. આ સાથે સાથે તેણે ઐશ્વર્યાની પણ મજાક ઉડાવી છે.

સલમાન ખાન અને વિવેક ઓબેરેય ઐશ્વર્યાના કારણે ટકરાયા હતા. હાલ ઐશ્વર્યા તેના પરિવાર સાથે ખુશખુશાલ છે અને એક પુત્રીની માતા થઈ ચુકી છે આવા સમયે આવી મજાક કેટલી યોગ્ય કહેવાય? ખબર નહી વિવેકને આમા શું મજાક જેવુ લાગ્યુ.

વિવેક જોશમાં એ પણ ભુલી ગયો કે ટ્વીટર પર તેના 20 લાખ લોકો ફોલોઅર્સ છે. આવામાં આ ટ્વીટ કેટલા લોકો જોઈ ચુક્યા હશે માની લો કે આ વાત સાથે ઐશ્વર્યાને કોઈ લાગતપ વળગતુ નથી, પણ જે પાર્ટીને વિવેક સપોર્ટ કરી રહ્યા છે તે પાર્ટી પર પણ તેમને ભરોસો નથી. જે એક્ઝિટ પોલ ભાજપને 300ની પાર બતાવે છે વિવેકે તેની પણ મજાક કરી છે.

હાલતો વિવેક ઓબેરોયના આ ટ્વીટથી સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડી રહી છે. લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે એક યૂઝરે તો લખ્યુ છે કે આનો તો મગજ જ ખરાબ થઈ ગયો છે. આપને જણાવી દઈએ કે વિવેક ઓબેરોય પીએમ મોદી પર બનેલી બાયોપીકમાં પ્રધાનમંત્રીનો રોલ નિભાવી રહ્યો છે. આ ફિલ્મ આવતા શુક્રવારે રિલીઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post એક્ઝિટ પોલને ટાંકીને વિવેક ઓબેરોયે ટ્વીટ કરી ઐશ્વર્યાની ઉડાવી મજાક appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/bjp-party-supporter-vivek-oberoi-shocking-tweet-aishwarya-rai-and-exit-poll-2019/
via Best Gujarati News