લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલને લઈને એક મીમ પર બોલિવૂડ એક્ટર વિવેક ઓબરોય વિવાદમાં ફસાયો છે. વિવેકે જે મીમ શેર કર્યું છે, તેના પર તમામ લોકો આકરી ટીકા કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટર વિવેક ઓબરોય, સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચનની તસવીરવાળું મીમ સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું. જે બાદ મહારાષ્ટ્રની નેશનલ કોંગ્રેસ પાર્ટીએ મહિલા આયોગ સામે સવાલ કર્યાં છે. તો રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલે વિવેક ઓબરોયને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે.

ટ્વીટમાં વિવેક ઓબરોયે સલમાન ખાન, એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને પોતાની મજાક ઉડાવવા બદલ સોશિયલ મીડિયામાં લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એનસીપીએ વિવેકની ટ્વીટ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, કોઈ એક પદ્મ શ્રી સન્માનિત વ્યક્તિ માટે કોઈ આવી ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે. રાષ્ટ્રીય અને રાજ્ય મહિલા આયોગ કમિશન ક્યા છે?

એનસીપીએ કહ્યું કે, વિવેક ઓબરોય વિરુધ્ધ એક્શન લેવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે.

લોકો એ વાતથી પણ નારાજ છે કેમ કે, એશ્વર્યા રાયનાં હવે લગ્ન થઈ ચૂક્યા છે, અને તે એક પ્રતિષ્ઠિત પરિવારની સભ્ય છે. લોકો વગર કારણે તેમના ભૂતકાળને ઉછાળવા મુદ્દે નારાજ છે.

વિવેક ઓબરોયે ટ્વીટર પર શેર કરેલાં ફોટોમાં સલમાન અને એશ્વર્યાના ફોટ પર ઓપિનિયન પોલ લખ્યું હતું. પોતાના અને એશ્વર્યાના ફોટો પર એક્ઝિટ પોલ લખ્યું હતું. અને અભિષેક, આરાધ્યા અને એશ્વર્યાના ફોટો પર રિઝલ્ટસ લખ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઐશ્વર્યા રાયની મજાક ઉડાવવીને બરાબરનો ભેરવાયો વિવેક ઓબરોય, ચારેકોરથી ધોવાયા માછલા appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/vivek-oberoi-posts-exit-polls-meme-of-aishwarya-rai/
via Best Gujarati News