‘જો દસ હાથ હોય તો બધા હાથે મોદીને મત આપું’ બોલિવૂડ અભિનેતાની માતાનું નિવેદન
બોલિવૂડના સિતારાઓને મોદી મળે છે અને મોદીનાં સમર્થનમાં ઘણા હિરો હિરોઈન છે એ વાત તો જગજાહેર છે જ. પરંતુ આ કિસ્સો છે બોલિવૂડના જાણીતા કલાકાર અને મોદીના ફેન અનુપમનાં પરિવારનો. અનુપમ ખેર અને તેના પત્ની કિરણ ખેર બંન્ને ભાજપ પર મહેરબાન છે પરંતુ આજે એક મોટો ખૂલાસો થયો કે અનુપમની માતા દુલારી ખેર પણ મોદીના મોટા ફેન છે. દુલારીએ મોદીને લઈને એક એવી વાત કહી કે ખુદ અનુપમ પણ વિચારતા રહી ગયાં. અને વીડિયો ટ્વિટર પર શેર કરી દીધો.
Much before exit polls, Mom had given her verdict. Didn’t post it. Was waiting for the voting to get over completely. But now you can watch why she thinks @narendramodi ji should win. Her last lines , “दस हाथ होते तो भी उसी को वोट डालती” is the clincher.
🤓
#DulariRocks #JaiHo pic.twitter.com/43jVlmuzSf
— Anupam Kher (@AnupamPKher) May 20, 2019
અનુપમ ખેરે પોસ્ટ કરેલા વીડિયોમાં જોવા મળે છે કે માતા દુલારી ખેર મોદીના ભરપેટ વખાણ કરે છે. તેમજ રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર’ નારા પર પણ દુલારીએ પ્રતિક્રિયા આપી છે. દુલારી બોલી રહ્યાં છે કે, મને મોદી ખુબ ગમે છે. તે સારા માણસ છે. તેમણે કેટલા સારા કામ કર્યા છે. મોદીને ગરીબો દુઆ આપતા હશે. તેમણે આગળ વાત કરતા પીએમની વારાણસી સભાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, મોદી જ જીતશે. જો મારે 10 હાથ હોય તો હું 10 હાથોથી મોદીને મત આપું.
અનુપમ ખેરે આ વીડિયો #DulariRockની સાથે શેર કર્યો છે. તેમજ અનુપમે લખ્યું છે ક, ‘exit polls પહેલા જ મારી માતાએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો હતો. પરંતુ મે આ વીડિયો મોડો અપલોડ કર્યો છે. હું મતદાન પૂરૂ થવાની રાહ જોઈ રહ્યો હતો. તમે જોઈ શકો છે કે મારી માતા મોદીને શા માટે મત આપવા માંગે છે. તેની છેલ્લી લાઈન વધારે દમદાર છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘જો દસ હાથ હોય તો બધા હાથે મોદીને મત આપું’ બોલિવૂડ અભિનેતાની માતાનું નિવેદન appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/anupam-kher-mother-dulari-kher-speaking-about-pm-narendra-modi/
via Best Gujarati News
🤓
0 Comments