પેટ પકડીને હસાવતા કોમેડિયન કપિલ શર્મા ખૂબજ લોકપ્રિય છે. દર્શકોને આ શો ખુબજ પ્રિય છે. દર્શકોને હસાવવા એ કોઈ સહેલી વાત નથી પણ કપિલ શર્મા આ કામ સરળતાથી કરી આપે છે.

કોમેડિયન કપિલ શર્મા હાલ પોતાના પ્રખ્યાત કોમેડી શો ધ કપિલ શર્મા શોને લઈને ખુબજ વ્યસ્ત છે. કપિલ શર્માનો આ શો ટીઆરપીના મામલે ટોપ પર છે. કપિલ પોતાના પ્રોફેશનલ લાઈફમાં ગ્રોથ કરી રહ્યા છે, સાથે સાથે સમાચાર આવી રહ્યા છે કે તેમના ઘરે ગૂડ ન્યુઝ આવવાના છે. સમાચારોનું માનીએતો કપિલ શર્મા અને ગિન્ની ચતરથના ઘરે નવા મહેમાન આવવાના છે.

કપિલની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નેટ છે. જો કે હજુ સુધી આ ખુશખબરી કપિલ શર્મા કે તેના પરિવારે અધિકારીક રીતે આપી નથી. જો કે હાલ કપિલના ઘરે આ નાનકડા મહેમાનને આવકારવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

કપિલે 12 ડિસેમ્બર 2018ના પોતાની મિત્ર ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં બોલીવુડના કલાકારો હાજર રહ્યા હતા. નવા મહેમાન આવવાની ખુશી સાથે કપિલના ફેન્સ માટે ખુશખબરી આવી છે. કપિલને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમા પોપ્યુલર કોમેડિયન તરીકે આગવુ સ્થાન મળ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કપિલ શર્માના ઘરે આવશે નાનકડા મહેમાન, તડામાર તૈયારીઓ શરૂ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/comedian-kapil-sharma-wife-ginni-chatrath-pregnant/
via Best Gujarati News