કોઈ પણ એક્ટરની તમન્ના હોય છે કે લોકો તેને હંમેશા યાદ રાખે, તેનું સ્ટારડમ સૌથી ઉપર રહે, આવુંજ સ્ટરડમ મેળવનાર એક્ટર છે જૂનિયર એનટીઆર, જીહા, આ સુપરસ્ટારની પ્રસિદ્ધિનો અંદાજ તમે એ વાતથી લગાવી શકશો કે તેમનું એક પોસ્ટર આવતા જ બ્લોક બાસ્ટર ફિલ્મ જશે જ તે નક્કી થઈ જાય છે.તેમને સાઉથના સલમાન ખાન કહેવામાં આવે છે. 1983માં જન્મેલ એનટીઆર આજે પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહ્યા છે.

જૂનિયર એનટીઆરની દમદાર એક્ટિંગ અને ફાઇટિંગનો જબરદસ્ત અંદાજ જોવા મળી રહ્યો છે. તેના એક એક સીનને દર્શકો તાલીઓના ગગડાટની સાથે વધાવી લે છે. કહેવાય છે કે જૂનિયર એનટીઆર એક ફિલ્મ માટે 18થી 20 કરોડ રૂપિયા ફી લે છે.

આપને જણાવી દઈએ કે એનટીઆરનો જન્મ હૈદરાબાદમાં થયો છે તેમનું નામ તેમના દાદાજી પરથી રાખવામાં આવ્યુ છે. તે પ્રખ્યાત એક્ટર, ફિલ્મ નિર્માતા અને આંધ્રપ્રદેશના સીએમ એનટી રામારાવના પૌત્ર છે. જૂનિયર એનટીઆરના પ્રશંસકો ફક્ત સાઉથ પુરતા જ સીમિત નથી પણ સમગ્ર દેશમાં તેમના પ્રશંસકો રહેલા છે. હિંદી ફિલ્મોમાં તેના પ્રશંસકો એક બીજી વાત માટે પણ તેમને ઓળખે છે. સલમાન ખાનની હીરોઈન ભૂમિકા ચાવલા સાથે તેમની રિલેશન રહી હતી.

બનશે આલિયાના હીરો

જૂનિયર એનટીઆર રાજામૌલીની આગામી ફિલ્મ આરઆરઆરમાં પણ નજર આવશે. RRRમાં જૂનિયર એનટીઆર સાથે આલિયા ભટ્ટ, રામ ચરણ, અજય દેવગન પણ મહત્વનો રોલ નિભાવી રહ્યા છે. RRR ફિલ્મ 30 જુલાઈ 2020 રીલિઝ થશે. જૂનિયર એનટીઆરની આ ફિલ્મ હિંદી સિવાય તમિલ, તેલુગૂ, મલયાલમ સહિત બીજી ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સાઉથના સુપર સ્ટાર N T R Jrનો આજે જન્મદિવસ, આ એકટ્રેસ સાથે જોડાયુ હતુ નામ appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/happy-birthday-n-t-rama-rao-jr-know-all-about-south-supar-star/
via Best Gujarati News