લોકસભા ચૂંટણી 2019ના સાત ફેઝમાં 542 સીટો પર થયેલા ચૂંટણીના એક્ઝિટ પોલ આવી ગયા છે. જેમાં એનડીએની સરકાર બનવાના સંકેત મળતા શેરબજારે પણ નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે. ત્યારે આજે શેરબજાર ખુલતાની સાથે માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અને શેરબજારે 39,449ની સપાટી વટાવી છે. ત્યારે બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 96.78 પોઇન્ટ વધીને 39449.45 ની સપાટીએ ખુલ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 35.40 પોઈન્ટ વધીને 11863.65 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. આ સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીએ 20 સત્રોમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.

ઉલ્લેખનિય છે કે શેરબજારના આરંભમાં બેંક નિફ્ટીનો ઇન્ડેક્સ રેડ માર્કમાં ટ્રેડ કરી રહ્યો છે. ગઇકાલે પણ શેરમાર્કેટમાં ખુલતાની સાથે સેન્સેક્સમાં 900 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. તેમજ નિફ્ટીમાં પણ 250 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં ડોલરની સામે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી હતી. ચૂંટણીના એક્ઝિટ પોલ આવી જતાં શેરબજાર પણ મોદીમય બન્યું છે. અને આજે શેરબજારમાં ઉછાળો થયો છે.

મંગળવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળી છે. મંગળવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 25 પૈસાના વધારા સાથે રૂપિયો ખૂલ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.74 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.74 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે વિવિધ એક્ઝિટ પોલ્સમાં એનડીએની વાપસીના સંકેત જોવા મળતા સોમવારે રૂપિયામાં ઉછાળો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રેકોર્ડ બ્રેક સાથે ખુલ્યુ શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીએ નવું કીર્તિમાન સ્થાપિત કર્યું appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-39449-nifty-11863/
via Best Gujarati News