NSC એક વ્યક્તિથી બીજાના નામ પર આવી રીતે થશે ટ્રાંસફર, જાણો શું છે રીત
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) ટેક્સ બચતના રોકાણ માટેનું એક સારું વિકલ્પ માનવામાં આવે છે. ભારતમાં ઘણા લોકો રોકાણની સાથે-સાથે ટેક્સ સેવિંગ્સ કરતી વખતે એનએસસીમાં રોકાણ કરે છે. કોઈપણ વ્યક્તિ રાષ્ટ્રીય બચત યોજનામાં રોકાણ કરી શકે છે અને આવક વેરાના સેક્શન 80 સી હેઠળ આવકવેરા કપાત માટે દાવો કરી શકે છે.
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રના ઇશ્યૂ થયાના એક વર્ષ પછી, એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિના નામ ટ્રાંસફર કરી શકાય છે. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રના સ્થાનાંતરણ માટે ફોર્મ એનસી 34 ની જરૂર પડશે. ફોર્મ એનસી 34માં જે વ્યક્તિના નામે કરવું છે તેનું નામ, ટ્રાંસફર કરનારનું નામ, પ્રમાણપત્રનો સીરીયલ નંબર, ડિનોમિનેશન ઓફ સર્ટિફિકેટ, ઇશ્યૂ થવાની તારીખ અને એનએસસી ધારકના હસ્તાક્ષરની જરૂર પડશે.
જે વ્યક્તિના નામે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર તબદીલ થઈ રહ્યું છે તેમના કેવાયસી દસ્તાવેજો, ફોટો, એડ્રેસ સાબિતી, માન્ય ઓળખ સાબિતી અને હસ્તાકક્ષર કરેલ જાહેરનામું સાથે હોવું જોઈએ. એનએસસી ટ્રાંસફરની સફળ પ્રક્રિયા પછી, નવા ધારકનું નામ જૂના પ્રમાણપત્ર પર લખવામાં આવશે. કારણ કે જૂનું પ્રમાણપત્ર સંપૂર્ણ રદ્ કરવામાં આવ્યું નથી અને જૂના એકાઉન્ટ ધારકનું નામ રાઉન્ડેડ કરી દેવામાં આવે છે. તે પછી, જૂના સર્ટિફિકેટ પર પોસ્ટમાસ્ટર પોસ્ટ ઓફિસમાંથી અધિકૃત વ્યક્તિ સાથે સહી કરે છે. આ ઉપરાંત, પોસ્ટ ઓફિસ દ્વારા પ્રમાણપત્રો ટ્રાંસફર માટેનો ચાર્જ લઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post NSC એક વ્યક્તિથી બીજાના નામ પર આવી રીતે થશે ટ્રાંસફર, જાણો શું છે રીત appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/savings-how-to-transfer-nsc-one-person-to-another-person/
via Best Gujarati News
0 Comments