ઉનાળા વેકેશનમાં ફરવા જનારાઓની સંખ્યા ખૂબ મોટી છે. પરંતુ ઘણી વખત લાંબા અંતરની મુસાફરી વખતે ટ્રેન ટિકિટનું ભાડું બજેટ ખોરવી નાંખે છે. જોકે, હવે ફરવા જનારા યાત્રીઓએ ટ્રેન ટિકિટનું ભાડું તંરુત ચૂકવવાની ચિંતામાંથી મૂક્તિ આપવા રેલવેતંત્ર દ્વારા ઉધાર ટિકિટ આપવાની યોજના શરૂ કરાઇ છે.

આ યોજના અંતર્ગત યાત્રીએ ટ્રેનની ટિકિટ બુક કરતી વેળાં ભાડું ચૂકવવાનું નથી. પરંતુ ટિકિટ બુકિંગના ૧૪ દિવસ સુધીમાં ગમે ત્યારે ભાડું ચૂકવી શકશે. ભાડું ઉપરાંત ૩.૫ ટકા એક્સ્ટ્રા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. મુસાફરોએ યાત્રાના પાંચ દિવસ પહેલા ટિકિટ ખરીદવી પડશે. તેમજ ટિકિટ ખરીદ્યા બાદ ૧૪ દિવસની અંતર તેનું ચૂકવણું કરી દેવાનું રહેશે. જો યાત્રી ૧૪ દિવસમાં ટિકિટનું ભાડું નહીં ચૂકવે તો IRCTC ભાડું ઉપરાંત દંડની વસૂલાત કરશે.

ઉધાર ટિકિટ આપવી કે નહીં તે ક્રેડિટ હિસ્ટ્રીના આધારે નક્કી થશે

આ એક પ્રકારની બેંક લોન જ છે. જેના માટે IRCTC દ્વારા કેટલીક ખાનગી બેંકો સાથે કરાર કરવામાં આવ્યો છે. જોકે, ટ્રેન ટિકિટ બુક કરનારને કેટલા રૂપિયાની ક્રેડિટ આપવી તે તેની ક્રેડિટ હિસ્ટ્રી, ઓનલાઇન ખરીદી, અને ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે નક્કી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આનંદો: ગરમીમાં ફરવા જનારા રેલવે યાત્રીઓ માટે આવ્યા મોટા સમાચાર, મળશે ઉધાર ટિકીટ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/railways-are-also-offering-borrowing-tickets-to-pilgrims-who-return-to-the-heat/
via Best Gujarati News