OLA અને SBIએ મળીને લોન્ચ કર્યું ક્રેડિટ કાર્ડ, જાણો શું મળશે ફાયદો
એપ્લિકેશન બેસ્ડ ટેક્સી પ્રોવાઇડર કંપની ઓલાએ હવે ભારતની સૌથી વધુ ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરનારી એસબીઆઇ સાથે ભાગીદારીમાં ઓલા મની ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. બેંગ્લોર સ્થિત કંપનીનું લક્ષ્ય તેના ગ્રાહકોને ઘણા લાભો સાથે એક ફ્લેક્સિબલ અને અનુકૂળ ચુકવણી પ્રણાલી આપવી છે. આ ક્રેડિટ કાર્ડ વીઝા વતી સંચાલિત થાય છે.
એપ દ્વારા ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવનાર પ્લેટફોર્મ ઓલાએ કહ્યું કે તેણે નવા ક્રેડિટ કાર્ડ લાવવા માટે એસબીઆઇ કાર્ડ્સની સાથે કરાર કર્યો છે. કંપનીનો ટાર્ગેટ 2022 સુધી આવા કરોડો કાર્ડ ઇશ્યૂ કરવાના છે. ઓલા મની એસબીઆઇ વીઝા ક્રેડિટ કાર્ડ લેવા માટે કોઇ પ્રકારના ચાર્જની ચૂકવણી કરવી પડશે નહી.
ઓલા યૂજર્સ પોતાની એપ દ્વારા ઓલા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકશે અને તેનું મેનેજમેન્ટ કરી શકશે. કાર્ડ યૂજ કરનારાને કેશબેક અને રિવોર્ડ મળશે. તેનો ઉપયોગ ઓલાની રાઇડ, ફ્લાઇડ અને હોટલ બુક કરવા માટે કરી શકાશે. આ લોન્ચ સાથે જ ઓલાએ પોતાના નાણાકીય ઉત્પાદનોની પહોંચ વધારવામાં મદદ મળશે. આ સાથે જ ઓલાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એસબીઆઇ પણ પોતાના ક્રેડિટ કાર્ડને વધારી શકશે. ઓલા હાલ ઓલા મની વોલેટ, પોસ્ટ બિલિંગ અને માઇક્રો ઇંશ્યોરેન્સની ઓફર કરે છે.
ઓલાના અનુસાર ક્રેડિટ કાર્ડના ઉપયોગથી આ પ્રમાણે કેશબેક મળશે. ઓલા કેબ પર ખર્ચ કરવામાં આવેલી રકમ પર 7% કેશબેક. તથા ફ્લાઇટ બુકિંગ પર 5% કેશબેક.અને ભારતમાં હોટલ બુકિંગ પર 20% કેશબેક. તેમજ ઇન્ટરનેશનલ હોટલ બુકિંગ પર 6% તથા 6000 થી વધુ રેસ્ટોરેન્ટ પર 20% કેશબેક મળશે. તથા 1% ફ્યૂલ સરચાર્જ વેવર મળશે. તથા અન્ય બધા ખર્ચ પર 1% કેશબેક તો ખરી. તેમજ કોઇપણ પણ જોઇનિંગ ફી નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post OLA અને SBIએ મળીને લોન્ચ કર્યું ક્રેડિટ કાર્ડ, જાણો શું મળશે ફાયદો appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/ola-and-sbi-launches-ola-money-visa-credit-card/
via Best Gujarati News
0 Comments