News@03 PM:EXIT POLL ઇફેક્ટ- માયાવતીને મળવા દોડ્યા અખિલેશ, શેરબજાર ઝૂમી ઉઠવ્યું સહિતના સમાચાર
ચૂંટણી પૂરી થયા બાદ સામે આવેલા એક્ઝિટ પોલ્સમાં મોદી લહેરે 2014 કરતા પણ વધારે મજબુત થઈ તથા કેટલાક એક્ઝિટ પોલમાં તો ભાજપને એકલાને 300થી વધારે બેઠકો મળતી દેખાડવામાં આવી અને સેનાની તરફથી આપવામાં આવી માહિતીથી કોંગ્રેસના દાવાની પોલ ફરીથી ખૂલી ગઇ તથા રંગીલા રાજકોટમાં ફરી એકવખત અસામાજિક તત્વાનો ભરડામાં ભરાયું અને સોમવારે શેરબજારમાં બંપર તેજી પ્રાપ્ત કરી અને કપિલ શર્મા અને ગિન્ની ચતરથના ઘરે નવા મહેમાન આવવાના છે તેમજ ૨૦૧૯ના વર્લ્ડ કપમાં આ વખતે ઓલરાઉન્ડરો તેમની ટીમોની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1: EXIT POLLએ મચાવ્યો ખળભળાટ, માયાવતીને મળવા દોડ્યા અખિલેશ યાદવ
લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. હવે દેશઆખો પરિણામોની રાહ જોઈ રહ્યો છે જે 23મી મે એ સામે આવવા જઈ રહ્યાં છે. પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ સામે આવેલા એક્ઝિટ પોલ્સમાં મોદી લહેરે 2014 કરતા પણ વધારે મજબુત થઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે. દેશભરમાં ભાજપને કેસરિયો લહેરાવવા જઈ રહ્યો હોવાના લગભગ તમામ એક્ઝિટ પોલ્સમાં સામે આવી રહ્યું છે.
વધુ વાંચવા કરો ક્લિક-2: મોદી સરકારના એવા નિર્ણયો કે જેણે BJPને પહોંચાડી 300ને પાર, Exit Pollમાં દેખાયો જાદુ
લોકસભા ચૂંટણી 2019ના તમામ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ગઈ રવિવારે સામે આવેલા લગભગ મોટા ભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર ભાજપની આગેવાની હેઠળની એનડીએને જ સ્પષ્ટ બહુમત મળતો દર્શાવવામાં આવ્યો. કેટલાક એક્ઝિટ પોલમાં તો ભાજપને એકલાને 300થી વધારે બેઠકો મળતી દેખાડવામાં આવી છે. જે 2014 કરતા પણ વધારે છે. 2014માં ભાજપને 282 બેઠકો મળી હતી. તો છેલ્લા 5 વર્ષમાં મોદી સરકારે એવા તો શું કામ કર્યા કે દેશની જનતા ફરી એકવાર નરેન્દ્ર મોદી પર કળશ ઠોળી રહી છે?
વધુ વાંચવા કરો ક્લિક-3: સર્જીકલ સ્ટ્રાઇકને લઇ સેનાએ આપ્યું મોટું નિવેદન, કોંગ્રેસની ખોલી નાંખી પોલ!
ભારતીય સેનાની તરફથી સોમવારના રોજ એક વખત ફરીથી કહેવાયું છે કે સેના એ પહેલી સર્જીકલ સ્ટ્રાઇકને સપ્ટેમ્બર 2016માં જ અંજામ આપ્યો હતો. સેનાની તરફથી આપવામાં આવી માહિતીથી કોંગ્રેસના દાવાની પોલ ફરીથી ખૂલી ગઇ છે. જો કે કોંગ્રેસે દાવો કર્યો હતો કે તેમની સરકારમાં પણ સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-4:એક્ઝિટ પોલને લઇને કોંગ્રેસના અમિત ચાવડા અને ભરતસિંહે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું?
લોકસભાની ચૂંટણીનાં તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. અને હાલમાં જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 બેઠકોની જીત મળતી જોવા મળી રહી નથી. અહીં ભારતીય જનતા પાર્ટીને 1થી 4 બેઠકોનું નુકસાન જુદા જુદા એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યું છે.
વધુ વાંચવા કરો ક્લિક-5: રાજકોટ: રેસકોર્ષ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ યુવક પર કર્યો છરીથી હુમલો, વીડિયો વાયરલ
રાજ્યમાં અવારનવાર દરેક જિલ્લાઓમાંથી અસામાજિક તત્વાનો આતંકના સમાચાર મળતા હોય છે, ત્યારે રંગીલા રાજકોટમાં ફરી એકવખત અસામાજિક તત્વાનો ભરડામાં ભરાયું છે. રાજકોટમાં રવિવારે રાત્રે જાહેરમાં એક યુવક પર છરીથી હુમલો થયો હોવાનો અહેવાલ મળી રહ્યા છે.
વધુ વાંચવા કરો ક્લિક-6: PSI આપઘાત કેસ: પોલીસની સમજાવટ બાદ ડિમ્પલ બાની આત્મવિલોપનની ચીમકી મોકૂફ
PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત મામલે ન્યાયની માંગણી સાથે તેમના પત્ની ડિમ્પલ રાઠોડે આપઘાત કરવાની ચીમકી આપી હતી. આ કેસમાં પોલીસની સમજાવટ બાદ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્નીએ આત્મવિલોપનની ચીમકી મોકૂફ રાખી છે અને ક્રાઈમ બ્રાન્ચે ડિમ્પલ બાને તપાસનું આશ્વાસન આપ્યું છે.
વધુ વાંચવા કરો ક્લિક-7: મોદી સરકારના કમબેકના સંકેતથી શેરબજાર ઝૂમી ઉઠવ્યું, સેન્સેક્સ 11,00 અંક પાર
રવિવારે જાહેર થયેલ એક્ઝિટ પોલમાં કેન્દ્રમાં ફરી એક વખત મોદી સરકારની વાપસીના સંકેત મળતા આજે સોમવારે શેરબજારમાં બંપર તેજી પ્રાપ્ત કરી છે. સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ 2.49 ટકાના ઉછાળા સાથે રહ્યો છે. ત્યારે નિફ્ટી પણ 2.15 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. અત્યારે હાલ સેન્સેક્સ 39,063.69 +1,132.92 (2.99%) છે. અને નિફ્ટી 11,743.10 +335.95 (2.95%) છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: માત્ર 60 સેકન્ડમાં શેરબજારમાં કંપનીઓની મૂડી રૂપિયા 3.18 લાખ કરોડ વધી, જાણો કારણ
એક્ઝિટ પોલના પરિણામ કેન્દ્રમાં સત્તારૂઢ મોદી સરકારના પક્ષમાં આવ્યા બાદ સોમવારે શેરબજાર ખુલતાની સાથે રોકાણકારોની મૂડી 3.18 લાખ કરોડ રૂપિયા વધી ગઇ છે. ટ્રેડિંગ શરૂ થવાના માત્ર 60 સેકેન્ડની અંદર બીએસઈ પર લિસ્ડેટ કંપનીઓની બજાર મૂડી 3.18 લાખ રૂપિયા વધીને 1,49,76,896 કરોડ પર પહોંચી ગઇ છે. જ્યારે શુક્રવારે શેરબજાર બંધ થતા આ કંપનીઓની કેપિટલાઇઝેશન રૂપિયા 1,46,58,710 કરોડની હતી.
વધુ વાંચવા કરો ક્લિક-9: કપિલ શર્માના ઘરે આવશે નાનકડા મહેમાન, તડામાર તૈયારીઓ શરૂ
કોમેડિયન કપિલ શર્મા હાલ પોતાના પ્રખ્યાત કોમેડી શો ધ કપિલ શર્મા શોને લઈને ખુબજ વ્યસ્ત છે. કપિલ શર્માનો આ શો ટીઆરપીના મામલે ટોપ પર છે. કપિલ પોતાના પ્રોફેશનલ લાઈફમાં ગ્રોથ કરી રહ્યા છે, સાથે સાથે સમાચાર આવી રહ્યા છે કે તેમના ઘરે ગૂડ ન્યુઝ આવવાના છે. સમાચારોનું માનીએતો કપિલ શર્મા અને ગિન્ની ચતરથના ઘરે નવા મહેમાન આવવાના છે.
વધુ વાંચવા કરો ક્લિક-10: દુનિયાના આ 5 ઓલ-રાઉન્ડર ક્રિકેટરોથી ગભરાય છે તમામ વિરોધી ટીમો!
૨૦૧૯ના વર્લ્ડ કપમાં આ વખતે ઓલરાઉન્ડરો તેમની ટીમોની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને સૌથી મહત્ત્વના પાંચ ઓલરાઉન્ડરોમાં ભારતના હાર્દિક પંડયાનું પણ સ્થાન છે. ૩૦ મેથી શરૂ થનારા વર્લ્ડ કપમાં પણ પાંચ ઓલરાઉન્ડરો એવા છે જેમનાથી વિરોધી ટીમો ડરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@03 PM:EXIT POLL ઇફેક્ટ- માયાવતીને મળવા દોડ્યા અખિલેશ, શેરબજાર ઝૂમી ઉઠવ્યું સહિતના સમાચાર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/20-may-2019-top-headlines-til-03-pm/
via Best Gujarati News
0 Comments