ભારતનાં રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેની આજે 109મી જન્મજયંતિ છે. નથુરામનો જન્મ 19 મે 1910ના રોજ પુના જિલ્લાનાં કામસેત સ્ટેશનથી 16 કિ.મી. દુર આવેલા એક નાનકડા ગામ ઉકસણમાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

ભારતના રાષ્ટ્રપિતા અને દેશને આઝાદ કરાવવામાં મહત્વનો ફાળો ભજવનાર મહાત્મા ગાંધીજીની હત્યા કરનાર નથુરામ ગોડસેની 109મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. સુરતના લીંબાયત ખાતે અખિલ ભારતીય હિન્દૂ મહાસભા દ્વારા પંચમુંખી હનુમાનજીના મંદિર ખાતે 109 દિવા પ્રગટાવી અને 109 લાડુનો પ્રસાદ ધરાવી તેમના જન્મ દીવસની ઉજવણી કરવામાં આવી.

વર્ષ 1947માં આપનો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. દેશને આઝાદ કરાવવામાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પોતાનો સિંહફાળો આપ્યો. મહાત્મા ગાંધીની હત્યા અખિલ ભારતીય હિન્દૂ મહા સભાના પ્રણેતા નાથુરામ ગોડસે દ્વારા કરવામાં આવી હતી.પરંતુ તેજ નાથુરામ ગોડશેની આજે પણ પૂજા થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગાંધીજીના હત્યારાની જન્મજયંતિની ગુજરાતનાં આ શહેરમાં થઇ ઉજવણી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/nathuram-godses-celebration-of-the-109th-birth-anniversary-of-surat-city/
via Best Gujarati News