એક્ઝિટ પોલનું તારણ જોઇ નીતિન પટેલ થયા ઉત્સાહિત, આપી આવી પ્રતિક્રિયા
લોકસભાની ચૂંટણીનાં તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. અને હાલમાં જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 બેઠકોની જીત મળતી જોવા મળી રહી નથી. અહીં ભારતીય જનતા પાર્ટીને 1થી 4 બેઠકોનું નુકસાન જુદા જુદા એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપાને ગુજરાતમાં તમામે તમામ સીટો મળી હતી. પરતું આ વખતે તમામ એક્ઝઇટ પોલનું અનુમાન એક સરખુ છે અને એનડીએ ફરીથી દેશમાં પોતાની સરકાર બનાવી શકે છે તેવું તારણ એક્ઝિટ પોલમાં સામે આવી રહ્યું છે.
એક્ઝિટ પોલના અનુમાન વિશે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો જીતશે. દેશમાં એનડીએની સરકાર ફરીથી બનશે તેવો વિશ્વાસ નીતિન પટેલે વ્યક્ત કર્યો હતો.
એગ્ઝિટ પોલના તારણ પર નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે, ચૂંટણી જાહેર થઈ ત્યારથી નરેન્દ્ર મોદીને PM બનાવવાની ચર્ચા છે. દેશના વિકાસ માટે ભાજપ ફરી સત્તા મેળવશે. વધુમાં નીતિન પટેલે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં BJP અધ્યક્ષથી લઈ તમામ કાર્યકરો પ્રચારમાં જોડાયા હતાં અને અમે કરેલા કામનો હિસાબ જનતા સુધી પહોંચાડ્યો હતો. અત્યાર સુધીનું મજબુત નેતૃત્વ મોદી સરકારનું છે તે પ્રજા જાણી ગઇ છે. કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોને સત્તા લાલસા હતી અને કોંગ્રેસ અને સાથી પક્ષોએ હાથમાં હાથ મીલાવી ફોટા પડાવ્યા હતા. પરંતુ તેમના સપના ક્યારેય પૂર્ણ થઇ શક્શે નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post એક્ઝિટ પોલનું તારણ જોઇ નીતિન પટેલ થયા ઉત્સાહિત, આપી આવી પ્રતિક્રિયા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/exit-polls-show-deputy-cm-nitin-patel-reacting/
via Best Gujarati News
0 Comments