ઓઢવમાં 3 બાળકોની માતાએ લમણે ગોળી ધરબી કરી આત્મહત્યા, જાણો તપાસમાં શું આવ્યું સામે?
અમદાવાદના ઓઢવમાંથી આજે વહેલી સવારે 3 બાળકોની માતાએ લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવારના ઝઘડા અને માનસિક બિમારીના કારણે કંટાળીને મહિલાએ આત્મહત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ઓઢવની શ્રેયા રેસિડેન્સીમાં રહેતા અનિતાબહેન વર્મા નામની પરિણિતા પોતાના ત્રણ બાળકો સાથે રહેતી હતી. તેમના પરિવારમાં પતિ અને 3 બાળકો છે. તેમના પતિ વાપીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે અનિતાબહેને પોતાના ઘરે રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.
આ ઘટના બાદ તાબડતોડ રીતે ઓઢવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, ઘટનાની વિગતવાર માહિતી જાણવાની કોશિશ કરી હતી. આ ઘટના વિશે ઓઢવ પોલીસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, પરિણિતા તેમના ત્રણ બાળકો સાથે રહે છે. તેમના પતિ વાપીમાં નોકરી કરે છે. અને અહિંયા અપ-ડાઉન કરતા હોય છે.
મહિલાએ વહેલી સવારે બંદૂકથી લમણે ગોળી મારીને આત્મહત્યા કરી છે, પરંતુ તેમના આજુબાજુ કે ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. મહિલાએ પરિવારના ઝઘડાઓ અને માનસિક બીમારીના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મહિલા પાસેની રિવોલ્વર લાયસન્સ વાળી હતી કે ગેરકાયદેસર તેની હાલ તપાસ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઓઢવમાં 3 બાળકોની માતાએ લમણે ગોળી ધરબી કરી આત્મહત્યા, જાણો તપાસમાં શું આવ્યું સામે? appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-odhav-in-women-committed-suicide-by-revolver/
via Best Gujarati News


0 Comments