ભાવનગર: વેપારીનું અપહરણ, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની કરી ધરપકડ
ભાવનગર કુંભારવાડામા ગત મોડી રાત્રીના કેબલ ભંગારના ધંધાર્થીનું પાંચ શખ્સોએ અપહરણ કરી તેને પ્રથમ લૂંટી લીધા બાદ તેને છોડી મુકવા માટે રૂ.15 લાખની માંગણી કરનાર શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
શહેરના કુંભારવાડા પાસે આવેલ વિકટર ખાર વિસ્તારમાં ગત મોડી રાત્રીનાં કેબલ ભંગારનાં ધંધાર્થી સાદીકભાઇ યુનુસભાઇ હડયા(રહે ભીલવાડા સર્કલ) ડેલેથી તાંબા પીતળનો માલ ભરી ટેમ્પામાં વજન કરાવવા માટે પોતાનું બાઇક લઇ ટેમ્પાની પાછળ જતા હતા. રસ્તામાં ત્રણ શખ્સોએ તેમને રોકી તેમના બાઇકમાં આંખો પર રૂમાલ બાંધી તેનું અપહરણ કરી પ્રથમ નારી રોડ પર લઇ ગયેલ બાદ તેને મારી બેન સાથે કેમ સબંધ રાખે છે. તેમ ધમકાવી મોબાઇલમાં તેની પાસે કબુલાત કરાવતો વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં તેને છોડી મુકવા માટે રૂ.15 લાખની માંગણી કરી હતી. પરંતુ તેનામાંથી મુકત થવા અંતે રૂ.7 લાખ આપવા તૈયાર થયેલ દરમિયાનમાં ફરીયાદી પાસે રહેલ રૂ.8200 રોકડા તથા મોબાઇલની લૂંટ ચલાવી રૂ.7 લાખ લેવા આ શખ્સો તેને ઘરે લઇ જતા હતા તે દરમિયાન સાદીકભાઇ મોકો જોઇ બાઇકમાંથી ઉતરી ભાગી ગયેલ અને બોરતળાવ પોલીસમા આ ઘટનાની જાણ કરી ફરીયાદ નોંધાવી હતી.
પોલીસે ઘટનાની ગંભીરતા સમજી આરોપીઓને શોધી લેવા સઘન તપાસ હાથ ધરી માત્ર ગણતરીના કલાકોમાં જ પોલીસે સીરાજ સલીમભાઇ ચાંદ (કુંભારવાડા ગોપાલ સોસાયટી), અનવર જાકીરભાઇ મીઠાણી (કુંભારવાડા ગીરનાર સોસાયટી), આકાશ ભુપતભાઇ મકવાણા (કુંભારવાડા ગોકુળનગર), અશોક ઉર્ફે કડી, ભુપતભાઇ મકવાણા (રહે હાદાનગર,વેલનાથ ચોક) અને સાગર ઉર્ફે બન્ના કેશુભાઇ મકવાણા (કુંભારવાડા અમર સોસાયટી)ને મુદ્દામાલ તથા ગુન્હામા વપરાયેલ બાઇક સાથે ઝડપી લીધા હતા અને પુછપરછ કરતા આરોપીઓ ફરીયાદીનાં પર સ્ત્રી સાથેના આડા સંબધોને લાભ ઉઠાવી બ્લેક મેઇલ કરી પૈસા કઢાવવાનાં હેતુ માટે અપહરણ કર્યાનું કબુલ્યુ હતું. આરોપીઓને ઝડપી લેવામા એલ.સી.બી., એસ.ઓ.જી., બોરતળાવ પોલીસ સ્ટાફ તથા શહેરની તીસરી આંખ સમાન નેત્ર કમાન અને કંટ્રોલ રૂમએ ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભાવનગર: વેપારીનું અપહરણ, પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની કરી ધરપકડ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/bhavnagar-the-kidnapping-of-the-businessman-the-arrest-of-the-accused/
via Best Gujarati News
0 Comments