અમદાવાદના અંબિકા નગર પાસે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પંપીંગ સ્ટેશન પર સાફ સફાઈ દરમિયાન ગેસ ગળતર થતા ચાર લોકોના મોત થયા હતાં. ઓઢવ પમ્પિંગ સ્ટેશનમાં ગેસ ગળતરથી ચાર મંજૂરોના મોત મામલે ઓઢવ પોલીસે કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર વિરુદ્ધ બેદરકારી દાખવા ગુનો નોધવામાં આવ્યો છે. ચારેય મજૂરો સ્ટોર્મ વોટર લાઇન સાફ કરવા ઉતર્યા હતા જ્યાં ઝેરી ગળતર ની અસર થતા મોતને ભેટયા હતા. જેમાં પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.

ઓઢવ અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનમાં શનિવારની મોડી રાતે ગેસ ગળતર થતા ચાર શ્રમિકોના મોત નિપજ્યા હતા. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત એ.એમ.સી દ્વારા સ્ટોર્મ વોટરની સફાઈ કરવામાં આવી રહી છે. જેનો કોન્ટ્રાક્ટ એ.એમ.સી દ્વારા મહિમા એજન્સીને આપવામાં આવ્યો હતો. જ્યાં શનિવારની રાતે ડ્રેનેજ લાઇન સફાઇ દરમિયાન શ્રમિકોનુ ઝેરી ગેસ ગળતરની અસર થતા મૃત્યુ નિપજ્યુ હતુ. જેમાં સુપરવાઇઝરને સામાન્ય અસર થઇ હતી. પરંતુ પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ સુરક્ષા કે સેફટીના સાઘનો વગર જ સુપરવાઇઝર ચેતન બામ્ણિયા પમ્પિંગ સ્ટેશન સ્ટોર્મ લાઇનમાં ઉતાર્યા હતા. જેથી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતા ગુનો નોધ્યો છે.

ઓઢવ પોલીસે એ.એમ.સીને કોન્ટ્રાક્ટ આપનાર મહિમા એજન્સી અને સુપરવાઇઝર વિરુદ્ધ નિષ્કાળજી દાખવા બદલ આઇપીસી 304 અ અને 114 મુજબ ગુનો નોધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરતા શ્રમિકો સેફટીના સાઘનો વગર કામ કરી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે એ.એમ.સી દ્ધારા કોન્ટ્રાક્ટ આપવામાં આવતી ઘણી એજન્સીઓની બેદરકારી સામે આવતી હોય છે. છતાં પણ એ.એમ.સી દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી. ત્યારે ઓઢવ પોલીસ સુપરવાઇઝર ચેતન બામ્ણિયા અને જવાબદાર સામે ક્યારે પગલા ભરે છે તે જોવાનુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઓઢવ પમ્પિંગ સ્ટેશનમાં મજૂરોનાં મોત મામલે આખરે FIR થઇ દાખલ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/odhav-in-four-workers-died-due-to-gas-leakage-police-complain/
via Best Gujarati News