ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, અમૂલે કર્યો દૂધના ભાવમાં વધારો
પાણીનો પોકાર અને વધતી મોંઘવારી વચ્ચે આમ આદમીનું બજેટ વધી જાય તેવો ધડાકો અમૂલ કંપનીએ કર્યો છે. ઉનાળામાં દૂધની આવક ઘટતા ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમૂલે દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવવધારો કર્યો છે. જેમાં અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ અને ટી-સ્પેશિયલનો સમાવેશ થાય છે. આવતીકાલથી નવા ભાવનો અમલ શરૂ થશે. આવતી કાલથી નવો ભાવવધારો અમલમાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની સામાન્ય પ્રજાનો ઘરખર્ચમાં વધારો થઇ રહ્યો છે અમૂલે કર્યો દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલ ગોલ્ડમાં પ્રતિ લીટરે રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ શક્તિમાં પણ પ્રતિ લીટરે રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ટી સ્પેશિયલમાં પ્રતિ લીટર રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલથી નવો ભાવ અમલમાં આવશે.
RS Sodhi, Managing Director of GCMMF ltd (AMUL): AMUL increases price of milk by Rs 2. The prices will come into effect from tomorrow. pic.twitter.com/SFdZjWqL1W
— ANI (@ANI) May 20, 2019
ભાવ વધારા બાદ નવા ભાવ પર નજર કરીએ તો અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા, અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ, અમૂલ ટી સ્પેશિયલ અને અમૂલ કાઉ મિલ્ક જેવા 6 પ્રકારનું વેચાણ અમલમાં થાય છે. આ તમામ પર આવતીકાલથી 2 રૂપિયા વધારાના આપવા પડશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 2006થી અત્યાર સુધી અમલે 22 વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે.
પંચમહાલ જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. પંચાયત ડેરી દ્ધારા દૂધના ભાવમાં રૂ.20નો વધારો કરવામાં આવ્યો છે. રૂપિયા 660 કિલો ફેટ દીઠ હતા જે વધીને હવે રૂ. 680 થયા છે. આ નવો ભાવ વધારો 1 જૂનથી અમલમાં મૂકાશે. આ લાભ પંચમહાલ, દાહોદ, મહિસાગરના પશુપાલકોને મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, અમૂલે કર્યો દૂધના ભાવમાં વધારો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/amul-raised-milk-prices-by-rs-2/
via Best Gujarati News
0 Comments