ભાલેજ લીંગડા રોડ પર ટ્રક અને ઈનોવા વચ્ચે અકસ્માત થતાં પલ્ટી ખાઈ ગયેલ ટ્રક નીચે વ્યકિત આવી ગયો હતો અને પલ્ટી ખાઈ ગયેલી ટ્રકમાં આગ લાગી જતાં આગમાં ભડથું થઈ ગયો હતો. સ્થળ પર તેનું મોત નિપજયું હતું. ઘટના અંગે ઉમરેઠ પોલીસે અકસ્માતે મોતની નોંધ લઈ તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.

આજે બપોરે બનેલી ઘટના અંગે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર આણંદ તરફ પ્લાસ્ટીકના દાણાની ગુણો ભરેલી આવી રહેલી ટ્રક ઉમરેઠ તરફ જતી ઈનોવા કાર સાથે ધડાકાભેર અથડાતા ટકકરના કારણે ટ્રકના ડ્રાઈવીંગ પરથી કાબુ ગુમાવી દેતા સ્થળ પર જ પલ્ટી ખાઈ ગઈ હતી અને એક વ્યકિત ટ્રક નીચે દબાઈ ગયો હતો. તેને બચાવવાના પ્રયત્નો કરવામાં આવે તે પહેલાં જ ટ્રકમાં આગ લાગી ગઈ હતી અને પ્લાસ્ટીકના દાણાના કોથળા ભરેલી ટ્રકમાં આગ ગણતરીની મીનીટોમાં જ વિકરાળ બની ગઈ હતી અને ટ્રક નીચે આવેલી વ્યકિત ભડથું બની ગઈ હતી અને મોતને ભેટયો હતો.

ઘટનાની જાણ થતાં ફાયરબ્રીગેડ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રકમાં લાગેલી આગ બુજાવી હતી. તથા ઘટના અંગે પોલીસને જાણ કરતાં ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક અને ટ્રક કયાંથી કયાં થઈ રહી હતી અને આગમાં મોતને ભેટનાર યુવાન કોણ હતો તેના વાલીવારસોની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આણંદ: ઈનોવા અને ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રકમાં આગ લાગતા એક વ્યક્તિ ભડથું appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/anand-an-accident-between-anova-and-a-truck-the-death-of-one-person/
via Best Gujarati News