યુવાનની હત્યા થતા આદિવાસી સમાજની ‘ચડોતરૂં’ કરવાની હઠને પોલીસે આમ કરી થાળે પાડી
યાત્રાધામ અંબાજીના પૂનમના દિવસે શનિવાર રાત્રે આદિવાસી સમાજનો પરંપરાગત લોકમેળો ભરાયો હતો. જોકે આ મેળામાં ભાગ લેવા આવેલા નાઈવાડા ગામના માનભાઈ બાબુ ભાઈ ડૂંગાઈયા પર અંગત અદાવતે 7 જેટલા લોકોએ હુમલો કર્યો હતો અને ગળાના ભાગે છરીના ઘા મારતા માનાભાઇનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોટ નીપજ્યું હતું.
જોકે ખૂન કા બદલા ખૂનની માંગ સાથે આદિવાસી સમાજે પોતાના રિવાજ મુજબ પોલીસ મથકનો ઘેરો ઘાલ્યો હતો. અને આરોપીઓને જ્યાં સુધી પોલીસ પકડીના લાવે ત્યાં સુધી મરણ જનારની લાશનો સ્વીકાર કરવાની ના પાડી હતી. જોકે તે બાદ અંબાજી પીઆઇ ખોડાભાઈ ચૌધરી અને ટીમે ભારે જહેમતે આ કામના મુખ્ય અપરાધી એવા જોગા મોના અને પુના કરસન નામના મુખ્ય બે આરોપીઓ પકડી પાડ્યા હતા. ત્યાર બાદ 24 કલાકથી હોસ્પિટલ પીએમ રૂમમાં પડેલી મૃતકની લાશ પરિવારે સ્વિકારી હતી અને પોલીસે બાકીના ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
આદિવાસી વિસ્તાર એવા અમીરગઢ અને દાંતામાં મોટા પ્રમાણમાં આદિવાસી સમાજના લોકો રહે છે. જેઓમાં આજે પણ ખૂન કા બદલા ખૂન જેવી માન્યતા વાળા ચડોતરાનો રિવાજ છે. ચડોતરૂ ન્યાય મેળવવાની વર્ષો જૂની પ્રથા છે. બનાસકાંઠામાં ‘ચડોતરૂં’ એટલે કે ન્યાય મેળવવાની પ્રથા. જે આદિવાસીઓમાં સદીઓથી ચાલી આવે છે. ન્યાય મેળવવા માટે અહીંના આદિવાસીઓને પોલીસ અને ન્યાયતંત્ર કરતાં પોતાની પંચાયત પર વધારે ભરોસો છે. ત્યારે હાલના આ કિસ્સામાં પણ કંઈક આવુજ બન્યું હતું જોકે પોલીસની દરમ્યાનગીરી બે આરોપીઓ પકડાઈ જતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post યુવાનની હત્યા થતા આદિવાસી સમાજની ‘ચડોતરૂં’ કરવાની હઠને પોલીસે આમ કરી થાળે પાડી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ambaji-adiwasei-boy-murder-community-set-to-doing-chadotaru/
via Best Gujarati News
0 Comments