વરવી વાસ્તવિક્તા: પાક વીમા મુદ્દે 60,000 ખેડૂતોનું થઇ રહ્યું છે શોષણ!
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રા તાલુકાના ખેડુતો પાકવીમા ન ચુકવાતા અનેક રજૂઆતો કરી થાકીને આજે અનોખો વીરોધ કર્યો હતો. ખેડૂતોએ આજે પગપાળા લગભગ 36 કિલોમીટર ચાલીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ સાથે આવેદન પત્ર આપ્યું હતું.
ગુજરાત કીશાન સંધના નેજા હેઠળ મેથાણ ગામથી ચાલીને ખેડુતો આવેદન આપવા સુરેન્દ્રનગર પહોચ્યા હતા. આ તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કર્યો છે. ખેડુતોએ પુરેપુરૂ પ્રીમિયમ પણ ભર્યુ હોવા છતા હવે પાકવિમો ચુકવવામાં કંપની ઠાગાઠૈયા કરી રહી છે. આ પરિસ્થિતિમાં હવે બીયારણ અને દવાના રૂપીયા પણ નથી રહ્યા. આ કપરા સમયમા હવે ખેતી કરવાના પણ રૂપીયા ખેડૂતો પાસે નથી. સરકાર મોટી મોટી વાતો કરે છે પણ પાકવીમો ચુકવાતી નથી. જિલ્લાનાં ખેડૂતોએ અનેક વખત રજૂઆતો કરી છે પણ હજુ સુધી કોઇ કાર્યવાહી નથી કરાતી આવા સમયે આગામી દીવસો જલદ કાર્યક્રમો કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવું ખેડૂતો કહી રહ્યા છે.
આ પાક વીમા મુદ્દે 60 હજારથી વધુ ખેડુતોનુ શોષણ કરવામાં આવ્યું છે તવું ખેડૂતો કહી રહ્યા છે. 2017માં 80,000 ખેડુતોની જમીનનુ ધોવાણ થયુ હતુ. જેમા 60,000થી વધુ ખેડુતોએ પાકવીમાનું પ્રીમિયમ ભર્યુ હતુ. જેની સામે હવે પાકવિમો ચુકવવામા કંપની ઠાલા વચનો આપે છે. વીમા કંપનીઓએ ખેડુતોને લુટ્યા સરકારને પણ લુટી છતા તંત્ર કે સરકાર કોઇ પગલા નથી ભરી રહ્યા અને નુકસાનનુ વળતર ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને બેંક દ્વારા નોટિસો પાઠવવામાં આવે છે. આવા સમયે હવે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વરવી વાસ્તવિક્તા: પાક વીમા મુદ્દે 60,000 ખેડૂતોનું થઇ રહ્યું છે શોષણ! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/surendranagar-farmers-run-36-km-for-her-insurance-issue/
via Best Gujarati News

0 Comments