જૂનાગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીની પૌત્રી પરી મનોજભાઈ જોશી (ઉ.12) ની આજે સવારે નવ કલાકે ગાંધીગ્રામ ખાતેના નિવાસ સ્થાનેથી ભારે હ્રદયે અંતિમયાત્રા નીકળી હતી. જેમાં ગીરનાર મંડળના અનેક સંતો, મહંતો, રાજકીય, સામાજિક આગેવાનો, પત્રકારો અને શહેરીજનો જોડાયા હતા.

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પુત્ર મનોજભાઈ જોશી પોતાના પરિવારમાં પત્ની આશાબેન, પુત્રી પરી, બનેવી સહિતના પાંચ થી સાત વ્યક્તિ આંધ્રપ્રદેશ વેકેશન ગાળવા ગયા હતા. ત્યારે રવિવારે હૈદરાબાદ પાસે તેમની કારનો અકસ્માત થયો હતો. જેમાં પુત્રી પરીનું ગંભીર ઈજા થવાથી ત્યાં જ મોત થયું હતું. જ્યારે અન્ય સભ્યોને ઈજા પહોચી હતી.

ગતરાત્રે ૮ કલાકે હૈદરાબાદથી બાય એર પરીનો મૃતદેહ રાજકોટ ખાતે લવાયો હતો. ત્યાંથી રાત્રે ૧૧ કલાકે જુનાગઢ નિવાસ સ્થાને બધા પહોચ્યા હતા. આ દુખદ સમાચાર મળતા કોંગ્રેસના પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, અમરેલી, ભાવનગરના ધારસભ્યોએ આવીને પરિવારને સાંત્વના આપી હતી. આજે સવારે 9 કલાકે જોશી પરિવારની લાડકી દીકરી પરીની દુઃખભરી વિદાય આપવા માટે સૌ અંતિમયાત્રામાં જોડાયા હતા.

અંતિમયાત્રામાં પુ.ઇર્ન્ભ્દારથી બાપુ, કેબીનેટ મંત્રી જવાહર ચાવડા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૃ, ધારાસભ્ય બાબુભાઈ વાંજા, હર્ષદ રીબડીયા, જૂનાગઢના મેયર આધ્યશક્તિબેન મજમુદાર સહિતના ભાજપ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો, સામાજિક અને શહેરીજનો જોડાયા હતા. પરીણી આવી રીતે અણધારી વિદાયથી જોશી પરિવાર હતપ્રત બની ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જૂનાગઢમાં MLA જોશીની પૌત્રીની અંતિમયાત્રા અનેક મહાનુભાવો જોડાયા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/junagadh-the-funeral-of-mla-joshis-granddaughter-joined-many-dignitaries/
via Best Gujarati News