પોરબંદરમાં મધરાત સુધી પાણી ભરવા માટે લાગે છે મસમોટી લાઈનો
પોરબંદર અને છાયા શહેરમાં અનેક વિસ્તારોમાં પાલિકા દ્વારા પુરતું પાણી વિતરણ કરવામાં ન આવતા જાહેર એર વાલ્વ માં થી પાણી ભરવા માટે મોડી રાત્રી સુધી પુરુષો અને મહિલાઓની કતારો લાગે છે લોકો ને પીવાનું પાણી આપવામાં નિષ્ફ્ળ ગયેલ પાલિકા એ પાણી વેરો માફ્ કરવો જોઈએ તેવી માંગ કોંગી અગ્રણીએ કરી છે
પોરબંદર અને છાયા પાલિકા હેઠળ આવતા અનેક વિસ્તારો માં પીવાના પાણી ની સમસ્યા વ્યાપક બની છે અને છાયાના સાંદીપની અને રાંઘાવાવ સહીત કેટલાક વિસ્તારોમાંતો મહિનાઓથી પીવાના પાણીનું વિતરણ ન થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે આથી હાલમાં એરપોર્ટ સહીતના વિસ્તારના લોકો પોરબંદરના નરસંગ ટેકરી પાસે આવેલ મુખ્ય પાઈપલાઈન નો એરવાલ્વ લીકેજ હાલતમાં છે ત્યાંથી દિવસ રાત પાણી ભરી રહ્યા છે અને અહી મોડી રાત્રી સુધી પુરુષો અને મહિલાઓ ની પાણી ભરવા માટે કતારો લાગે છે પીવાનું પાણી પૂરું પાડવામાં નિષ્ફ્ળ ગયેલી સરકારને પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી લાખણશી ગોરાણીયાએ આડે હાથ લેતાં જણાવ્યું હતું કે ડેમો ભરવાના ગપગોળા છોડીને જનતાને પીવા માટે એક ગાગર પાણી તો આપો. જનતાને રાત્રે 12 વાગ્યે પીવાના પાણી માટે લાઈનોમાં ઉભા રહેવું પડે તે અત્યંત દુઃખદ બાબત છે. ગત વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ પડવાના કારણે હાલ પોરબંદર વિસ્તારમાં પીવાના પાણીની તંગી સર્જાઈ છે અને તેનું આગોતરું આયોજન કરવામાં ભાજપ સરકાર સંપુર્ણ નિષ્ફ્ળ ગઈ છે.
અનેક વિસ્તારોમાં રાત દિવસ પીવાના પાણીની સમસ્યા
પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારના પરેશનગર, ડોકટર સોસાયટી, ધનલક્ષ્મી સોસાયટી, શંકરાચાર્ય નગર, જાગનાથ સોસાયટી વગેરે સોસાયટીઓમાં છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પીવાનું પાણી આપવામાં આવ્યું નથી. કયારેક કયારેક ટેન્કરો મારફ્ત જે પાણી આપવામાં આવે છે તે પણ મોળું અને ક્ષાર વાળું તથા પીવા લાયક ન હોવાથી આ તમામ સોસાયટીઓના લોકો નરસંગ ટેકરી સાંઈબાબાના મંદિર પાસેથી પસાર થતી પાણીની મેઈન લાઈનના એર વાલ્વમાંથી નિકળતા પાણી ભરવા માટે રાત દિવસ લાઈનો લાગે છે. આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યાએ રાત્રીના 12 વાગ્યે પણ બહેનો અને ભાઈઓ તથા કેટલાય વૃધ્ધો લાઈનોમાં ઉભા રહી પોતાના પરિવાર માટે પીવાનું પાણી ભરવા વલખાં મારે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પોરબંદરમાં મધરાત સુધી પાણી ભરવા માટે લાગે છે મસમોટી લાઈનો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/porbandar-seems-to-fill-up-water-till-midnight/
via Best Gujarati News
0 Comments