સંજેલી તાલુકાના હિરોલા ગામે આવેલી રંગલી ઘાટીની કોતરમાં બે પ્રેમી પંખીડાએ અગમ્ય કારણોસર બાવળના ઝાડ સાથે લટકી જઇ આત્મહત્યા કરતાં તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સંજેલી તાલુકાના હિરોલા ગામના ખેડા ફળીયામાં રહેતા પ્રિતેશ જસુભાઇ સંગાડા ઉં.વ.૨૫નાએ કરંબા ગામના સુભાષભાઇ નિસરતાની પુત્રી સુરેખા સાથે આંખ મળી ગઇ હતી. જેમાં પ્રિતેશ લગ્ન જીવનમાં એક પુત્ર હોવા છતાં પણ કરંબાની છોકરીના પ્રેમમાં પડી જતા કોઇ અગમ્ય કારણોસર સોમવારના રોજ હિરોલા ખાતે આવેલી રંગલી ઘાટીમાં આવેલ બાવળના ઝાડ સાથે ઓઢણી સાથે બંને જણ લટકી જઇ આત્મહત્યા કરતા તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી. લોકટોળા ઉમટી પડયા હતા.

સંજેલી પોલીસે બંનેના મૃતદેહ ઉતારી સંજેલી આરોગ્ય કેન્દ્રમાં પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post એક પુત્રના પિતાએ પ્રેમમાં પડતા બંને પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/lovers-suicides-on-trees-have-committed-suicide/
via Best Gujarati News