AMCની નાલેશી: ચાર કર્મચારીઓ ગૂંગળાઈને મોતને ભેંટ્યા, પરંતુ કોન્ટ્રાક્ટરને નોટિસ નહીં
શહેરના ઓઢવ સ્ટ્રોર્મ વોટર પમ્પીંગ સ્ટેશનમાં ગેસ ગળતરની અસરમાં ચાર વ્યક્તિનાં મોત નિપજ્યાને ૪૮ કલાક વીતી ચૂક્યા છે પણ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશો કે અમલદારોએ જરાય સંવેદના દાખવી નથી. અમદાવાદ મ્યુનિ.ની માલિકીની મિલકતમાં ચાર વ્યક્તિ ગૂંગળાઇને મોતને ભેટયા છતાં કોન્ટ્રાક્ટર મહિમા ઇન્ડસ્ટ્રીઝને નોટિસ આપી પૃચ્છા કરવાની તસ્દી પણ લીધી નથી.
મ્યુનિ.ના સૂત્રો પણ સ્વીકારે છે કે, કોન્ટ્રાક્ટરે ઘોર બેદરકારી દાખવી હતી જેથી મોટી દુર્ઘટના સર્જાઇ છે. કોન્ટ્રાક્ટરે અડધી રાતે ચાર મજૂરોને સ્ટ્રોર્મ વોટર પમ્પીંગ સ્ટેશનમાં કામે લગાડયા હતા પણ નિયમ મુજબ તેની જાણ મ્યુનિ. તંત્રને કરવાની હોય છે પણ તે કરી જ ન હતી.
અમદાવાદ મ્યુનિ.ના સુત્રો વધુમાં ઉમેરે છે કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ૨૫ સ્ટ્રોર્મ વોટર પમ્પીંગ સ્ટેશનોના મેઇન્ટેનન્સની કામગીરીનો કોન્ટ્રાકટ વર્ષોથી મહિમા ઇન્ડસ્ટ્રીઝને સોંપાઇ રહ્યો છે તેવામાં અચાનક અડધી રાતે મેઇન્ટેનન્સનું કામ કેમ કરાઇ રહ્યું હતુ તેની ચર્ચા ચાલી રહી છે. મ્યુનિ.ના અધિકારીઓ પણ ટેન્ડરની શરતો પ્રમાણે જે પ્રાથમિક પ્રશ્નોની પૃચ્છા કરવાની હોય તે પણ પૂછી રહ્યાં નથી જેથી મોટું સેટિંગ પડયું છે જેમાં કેટલાયને પ્રસાદ ચઢાવવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
મ્યુનિ.ના એસટીપી ખાતાના સૂત્રો જ કહે છે કે, ૧. ટેન્ડરની શરત મુજબ, ટેક્નિકલ ક્વોલીફાઈ વ્યક્તિ જ પમ્પનું ઓપરેશન-મેઇન્ટેન્સ કરી શકે છે તો ચારેય મોતને ભેરનારા વ્યક્તિ ટેકનીકલી ક્વોલીફાઇ હતા કે નહીં ? જો ન હતા તો પછી તે કોન્ટ્રાક્ટરની જવાબદારી કેમ નથી.
૨. કોન્ટ્રાક્ટરે રાતે કામ શરૂ કર્યું હતુ તો તેની લેખિત જાણ કોર્પોરેશનને કેમ કરી ન હતી. જો જાણ કરી હોય તો ત્યાં સ્થળ ઉપર મ્યુનિ.ના કોઇ પણ જવાબદાર અધિકારી સુપરવિઝન માટે કેમ હાજર ન હતા ?
૩. ૧૨થી ૧૨.૩૦ વાગ્યાની વચ્ચે ગેસ ગળતરની ઘટના ઘટી હતી તો તુરંત જ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કેમ ન કરાઇ ? પોલીસેને છેક ૧૨.૫૬ વાગે કોલ કરવામાં આવ્યો હતો જો અડધો કલાક જેટલો સમય શું કરવા બગાડવામાં આવ્યો અને કોના કહેવાથી પોલીસ કે ફાયર બ્રિગેડને મોડી જાણ કરાઇ ?
૪. ફાયર બ્રિગેડના સૂત્રો કહે છે કે, જ્યારે મજૂર ટાંકામાંથી બહાર કઢાયા ત્યારે તેમની બોડી ઉપર કોઇ ઇજાના નિશાન ન હતા જો ૨૦ ફુટ ઊંડા ટાંકામાં ઉપરથી કોઇ ખાબકે તો તેને ઇજા થાય જેથી મેન્યુઅલી મજૂરોને ટાંકામાં ઉતારાયાની શંકા છે.
જોકે, મ્યુનિ.ના અધિકારીઓ તે અંગે પણ નોટિસ આપી પુચ્છા કરવાની તસ્દી લેતા નથી. ગટર કે કેમિકલવાળા પાણીના ટાંકામાં મજૂરોને ઉતારવા ઉપર પ્રતિબંધ છે તો કોના કહેવાથી ઉતારવામાં આવ્યા ? આ તમામ પ્રશ્નો વિપક્ષ ઉઠાવી રહ્યો છે. આ અંગે તાકીદે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માટે પત્ર પણ લખવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post AMCની નાલેશી: ચાર કર્મચારીઓ ગૂંગળાઈને મોતને ભેંટ્યા, પરંતુ કોન્ટ્રાક્ટરને નોટિસ નહીં appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/amcs-dysentery-four-employees-sold-dead-but-not-notice-to-contractor/
via Best Gujarati News
0 Comments