અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ અને ઇજનેર ખાતાની બેદરકારીને લીધે શહેરમાં પ્રદુષિત પાણીની સમસ્યા વકરી છે જેથી શહેરમાં પાણીજન્ય રોગચાળો પણ વધ્યો છે.

આજે મ્યુનિ.ના હેલ્થ ખાતાએ જાહેર કરેલા આંકડા મુજબ, શહેરમાં ૧થી ૧૮ મે દરમિયાન ઝાડાઉલટીના ૬૭૯, ટાઇફોઇડના ૨૬૦ અને કમળાના ૧૧૪ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યારે આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા ચાર ગણી મનાય છે. પૂર્વ વિસ્તારમાં કોલેરના પાંચ દર્દી હોસ્પિટલમાં દાખલ થયા છે. આમ છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ ઝાડાઉલટીના કેસ મે મહિનાના ૧૮ દિવસમાં જ નોંધાઇ ચૂક્યા છે.

શહેરના કોટ વિસ્તાર તથા પૂર્વના ઇન્ડિયા કોલોની સહિત આસપાસના વિસ્તારોમાં ગટરના પાણી પીવાના પાણીમાં ભળ્યાની ફરિયાદો ઉઠી રહી છે પણ મ્યુનિ.ના હેલ્થ ખાતુ અને ઇજનેર ખાતું ઊંઘી રહ્યું છે પ્રદુષિત પાણીની સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી. જેથી મે મહિનામાં સતત પાણીજન્ય રોગચાળાના કેસો વધી રહ્યાં છે. 

ગત ૧થી ૧૧ મે દરમિયાન ઝાડા ઉલટીના ૪૩૫ કેસ, ટાઇફોઇડના ૧૫૮ અને  કમળાના ૭૩ કેસો નોંધાયા હતા જે ગત અઠવાડિયામાં બમણાં થઇ ચૂક્યા છે. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાના પણ નોંધપાત્ર કેસ વધી રહ્યાં છે.

છેલ્લા ૧૮ દિવસમાં મેલેરિયાના ૧૮૪, ઝેરી મેલેરિયાના ૧૦ અને ચીકનગુનિયાનો એક કેસ નોંધાયો છે.  દર્દીઓ સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર લઈ રહ્યાં છે. દૂષિત પાણીથી પણ રોગચાળામાં વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અ’વાદ પાણીજન્ય રોગચાળાના ભરડામાં, 18 દિવસમાં ઝાડાઊલટી અને ટાઇફોઇડના આટલા દર્દી દાખલ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-in-18-days-zawahalatti-679-and-260-patients-of-typhoid-enter/
via Best Gujarati News