‘હે ઈવીએમ, હવે તું હિંમત રાખજે, હવે બધું તારા માથે જ આવવાનું છે…’
લોકસભા ચૂંટણી માટેનું સાતમા ને છેલ્લા તબક્કા માટેનું મતદાન પૂરું થતાં જ એક્ઝિટ પોલ બહાર પડયા છે, જેમાં ફરી એક વાર મોદી સરકાર બનશે તેવું જાહેર થયું છે. એક્ઝિટ પોલ સાચા ઠરશે કે પોલંપોલ છે તેનો ફેંસલો ૨૩મી મે ના રોજ થઈ જશે પરંતુ એ પહેલાં સોશિયલ મીડિયામાં કેટલાક રસપ્રદ મેસેજ વહેતા થયા હતા.
‘હે ઈવીએમ, હવે તું હિંમત રાખજે, હવે બધું તારા માથે આવવાનું છે…’ તો અન્ય એક મેસેજમાં કહેવાયું હતું કે, ‘આગાહી, અત્યારે ઈવીએમ પ્રેગનન્ટ છે, જો નોર્મલ ડિલિવરી થશે તો કોંગ્રેસ આવશે, ને સિઝેરિયન થશે તો ભાજપ આવશે.’
- ‘૨૩મી તારીખ પછી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. શેની? ટેકાની? સ્થળ : દિલ્હી માર્કેટિંગ યાર્ડ.’
- ‘રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલના તારણો પછી ફેર ગણતરીની માગણી કરી.’
- ‘એક્ઝિટ પોલ પછી વિપક્ષોએ હવે ૨૪ મે ને બદલે મે -૨૦૨૪માં મિટિંગ બોલાવી.’
‘મેં નહીં કમાઉંગા તો યે મુફ્તખોર ભૂખે મર જાએંગે, હા, મેં કામગાર હું.’
‘ન મેં ચોકીદાર, ન મેં નામદાર , ન મેં બેરોજગાર , મેં હું કામગાર
મેં મધ્યમવર્ગ કા હું. ન મુજે એક રૂપિયે મેં ગેહું મિલેગા, ન હી મુફ્ત મેં શૌચાલય. ન હી મેં કિસી કા વોટબેંક હું. ન હી મુફ્ત પ્રધાનમંત્રી આવાસ કા હક્કદાર. ન હી ઉન ૫૦ કરોડ લોગો મેં હું, જિન્હે આયુષ્યમાન ભારત કા ફ્રી ઈલાજ મિલેંગા. ન હી મિલેંગે ન્યાય કે ૭૨ હજાર. ન હી ઉજ્જવલા કા સિલેન્ડર. ન હી માનનીય કી તરહ બુઢાપે કા પેન્શન. ૨૩ મઈ કો ટીવી દેખકર ખુશ હો લુંગા, સરકાર કિસ કી બનેગી. ઓર ફિર ઉલજ જાઉંગા કે જીવન કે ઉધેડબુન મેં, રોજમર્રાહ કે સંઘર્ષ મેં, પરિવાર કો પાલને મેં. ર મુફ્તખોરો કે લિએ ટેક્સ કમાને મેં, ક્યોંકિ મેં નહિ કમાઉંગા તો યે મુફ્તખોર ભૂખે મર જાએંગે, હા, મેં કામગાર હું.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘હે ઈવીએમ, હવે તું હિંમત રાખજે, હવે બધું તારા માથે જ આવવાનું છે…’ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/loksabhaelection-some-interesting-messages-were-flowing-in-social-media/
via Best Gujarati News
0 Comments