બે દિવસ પછી ૨૩ મે, ગુરૂવારી યોજનારી મતગણતરી વખતે ભાજપના ઉમેદવારો, નેતાઓ અને મતગણતરી એજન્ટોને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધ્યાનમાં રાખવાના નિયમો, પ્રક્રિયાની છણાવટ કરતા મુદ્દાઓની ગાઈડલાઈન વહેંચી છે !

ધોળકા વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પેપરની ગણતરીના ડખાંથી તેમની જીત ઉપર શંકા વ્યક્ત કરતી પિટિશનનો સામનો હાલમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાઈકોર્ટમાં કરી રહ્યા છે. પોતે જે પ્રક્રિયાનો શિકાર બની રહ્યા છે તેનું ફરીથી પુનરાવર્તન ન થાય એટલા માટે તેમણે ગાઈડલાઈન તૈયાર કરી છે.

ચૂ.ડાસમાએ આ ગાઈડલાઈન ધારાસભ્યો, ભાજપના નેતાઓ, મતગણતરી એજન્ટોને સોંપવાનું શરૂ કર્યું હતું. જેમાં મત ગણતરી કેન્દ્રમાં ભાજપના ઉમેદવારના એજન્ટોના પ્રવેશથી લઈને ગણતરીના રાઉન્ડ અને તે પહેલા પોસ્ટલ બેલેટ પેપર ખોલવા, ગણતરીમાં લેવા, વાંધો ઉઠાવવા વિશે છણાવટ કરી છે.

એક એક કવર જોજો નહીંતર પોસ્ટલ બેલેટનો ડખો થશે

વર્ષ ૨૦૧૨માં ધોળકામાં રદ્દ થયેલા બેલેટ પેપરની બબાલ હાઈકોર્ટમાં પહોંચ્યા પછી હાલમાં લોકસભા ચૂંટણીમાં મતગણતરીના દિવસે ટપાલ મતપત્રના કવર ઉપર સિરિયલ નંબર ન હોય, એકરારનામા ઉપર સહી ન હોય, મોટા કવરમાંથી નાનું કવર અને એકરારનામુ અલગ અલગ ન નિકળી તો પણ મત રદ્દ ગણાશે. તેમ સ્પષ્ટ કર્યુ છે. મતગણતરીના આરંભે સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી થાય છે. આથી, તેમા સાવચેતી રાખવામા ન આવે તો ડખો ઉભો થઈ શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભાજપના એજન્ટોને ચેતવ્યા! ચૂંટણી પિટિશનનો સામનો કરનારા કાયદામંત્રીએ ગાઇડલાઇન વહેંચી ! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-kayadamantrie-distributed-guidelines-to-face-the-election-petition/
via Best Gujarati News