રાજ્યસભાની 2 બેઠકને લઈને હાલ ગુજરાતમાં રાજનીતિમાં ગરમાવો આવ્યો તથા લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં રાજકરણમાં હલચલ અને નરેન્દ્ર મોદી 30મી તારીખે બીજીવાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે તેમજ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા રકાસ બાદ રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પર હજી પોતાના નિર્ણય પર અડગ તથા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ ના મળતા પ્રતિક્રિયા આપી તથા લગભગ 1.55 લાખ પોસ્ટ ઓફિસની સાથે વિશ્વના સૌથી મોટા પોસ્ટલ નેટવર્કમાં હવે તમે પણ ફ્રેન્ચાઇઝી લઇ શકો છો અને સંસદમાં સાથે નહીં બેસે હેમા માલિની અને સની દેઓલ સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: કોંગ્રેસના ધારાસભ્યો તોડવા પાછળ ભાજપનું આ છે ગણિત, 2 ખેલ પાડવાની ફિરાકમાં

ગુજરાતમાં રાજ્યસભાની બેઠકને લઈને રાજકીય ઘમાસાણ તેજ થઇ ગયું છે. રાજ્યસભાની 2 બેઠકને લઈને હાલ ગુજરાતમાં રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી તેમજ સ્મૃતિ ઈરાની અમેઠીથી લોકસભાની ચૂંટણી જીતી ગયા છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: અલ્પેશ ઠાકોરની મોટી ભવિષ્યવાણી, ‘કોંગ્રેસમાંથી હજી 15થી 17 ધારાસભ્યો તૂટશે’

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં રાજકરણમાં હલચલ જોવા મળી રહી છે. રાજ્યનાં રાજકરણમાં કંઇ નવું થઇ જવા રહ્યું છે તેવા એંધાણ સેવાઇ રહ્યા છે. સોમવારે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બનાસકાંઠાનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુલાકાત કર્યા બાદ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાય તેવા એક પછી એક સમાચાર જાણવા મળી રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: પ્રણવ દાએ મોદીને શું ખવડાવ્યું? PMએ પોતે જ શેર કરી મુલાકાતની રસપ્રદ તસવીર

નરેન્દ્ર મોદી 30મી તારીખે બીજીવાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. તે પહેલા તેમણે આજે દિલ્હીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મોદીએ ટ્વિટ કરીને પ્રણવ મુખરજી સાથેના પોતાના ફોટા શીર કર્યા હતાં. આ તસવીરો ખુબ જ અલગ અને રસપ્રદ છે.

વધુ વાંચવા કરો ક્લિક-4:રાજીનામું આપવા અડગ રાહુલ ગાંધીને મનાવવા ખુદ પહોંચ્યા પ્રિયંકા, હલચલ તેજ

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા રકાસ બાદ રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા પર હજી પોતાના નિર્ણય પર અડગ છે. જેને લઈને મંગળવારે દિલ્હીમાં પોતાના નિવાસ્થાન પર હલચલ વધી ગઈ છે. સવારથી જ મોટા નેતાઓની અવરજવર વધી ગઈ છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: મોદી સરકારનો 100 દિવસનો સૌથી મોટો એજન્ડા, બમ્પર નોકરીઓ જ નોકરીઓ!

પ્રચંડ બહુમતીની સાથે વાપસી કરનાર નરેન્દ્ર મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં સૌથી પહેલાં નોકરીઓના મોર્ચા પર કામ કરશે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોમાં ખાલી પડેલા પદો અને હાલની જરૂરિયાતોને જોતા રિપોર્ટ બનાવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: મોદીના શપથ ગ્રહણમાં ઇમરાન ખાનને આમંત્રણ ના મળતા પાકિસ્તાન ગિન્નાયું?

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પ્રાપ્ત કર્યા બાદ નરેન્દ્ર મોદી ફરી એકવખત વડાપ્રધાન પદના શપથ લેવાના છે. જો કે આ વખતે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભમાં પાડોશી દેશ પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ ના મળતા પાકિસ્તાને પ્રતિક્રિયા આપી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: 8મું ધોરણ પાસ પણ Postની ફ્રેન્ચાઇઝી લઇ 50,000 રૂપિયા સુધી પ્રતિ માસ કરી શકે છે કમાણી

લગભગ 1.55 લાખ પોસ્ટ ઓફિસની સાથે વિશ્વના સૌથી મોટા પોસ્ટલ નેટવર્કમાં હવે તમે પણ ફ્રેન્ચાઇઝી લઇ શકો છો. કોઇપણ 18 વર્ષની ઉંમરથી વધુ અને 8મું ધોરણ પાસ વ્યક્તિ એક સરળ પ્રક્રિયાને પૂર્ણ કરીને પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઇઝી લઇ શકે છે. ફ્રેન્ચાઇઝી લેવા માટેનો ખર્ચ પણ માત્ર 5 હજાર રૂપિયા આવશે અને તમે તેનાથી લગભગ 50 હજાર રૂપિયા પ્રતિ મહિના સરળતાથી કમાઇ શકો છો.

વધુ વાંચવા કરો ક્લિક-8: AC ખરીદનારાઓ માટે ખુશખબર, મોદી સરકાર આપશે સાવ સસ્તામાં, કિંમત જાણી લાગશે નવાઇ

ધમધોખતા તાપમાં લોકો ત્રાહિમામ થઇ જાય છે. આ ગરમીથી રાહત અપાવા માટે મોદી સરકાર પ્રજાને નવી ગિફ્ટ આપવાની તૈયારીમાં છે. સત્તામાં જોરદાર વાપસીની સાથે જ મોદી સરકાર હવે આમ આદમીને સસ્તામાં એર કંડીશન (AC) ઉપલબ્ધ કરાવશે.

વધુ વાંચવા કરો ક્લિક-9: સંસદમાં સાથે નહીં બેસે હેમા માલિની અને સની દેઓલ, આ છે કારણ

બોલિવૂડ એક્ટર સની દેઓલ અને એક્ટ્રેસ હેમા માલિની બન્નેએ લોકસભા ચૂંટણી 2019માં શાનદાર જીત પ્રાપ્ત કરી છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો મોટો દીકરો સની દેઓલ પંજાબના ગુરદાસપુરથી જ્યારે હેમા માલિની યુપીના મથુરાથી ચૂંટણી મેદાનમાં હતા. આ બેઠકો પર બન્ને કાલાકારાએ સારું પ્રદર્શન કર્યું. જોકે હવે ચૂંટણી જીત્યા બાદ બન્ને સાંસદ લોકસભામાં હાજરી આપશે. પરંતુ બન્ને એક સાથે નહીં બેસે. આની પાછળનું કારણ અમે તમને જણાવીશું.

વધુ વાંચવા કરો ક્લિક-10: બાંગ્લાદેશની સામે વૉર્મ-અપ પહેલાં ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝાટકો, હાર્દિક પંડ્યાને લઇ સસ્પેન્સ

ભારતીય ટીમ માટે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019મા એક મુશ્કેલી ખત્મ થાય છે ત્યાં બીજી ઉભી જ હોય છે. એક બાજુ ઓલરાઉન્ડર કેદાર જાધવ અને વિજય શંકર બાંગ્લાદેશની વિરૂદ્ધ થનાર વૉર્મ-અપ માટે ફિટ થયા તો હાર્દિક પંડ્યાને ઇજા થઇ છે. જી હા બાંગ્લાદેશની સામે રમાનાર વૉર્મ-અપ મેચ પહેલાં ટીમ ઇન્ડિયાને જોરદાર ઝાટકો લાગ્યો છે અને ઓલરાઉન્ડર પંડ્યા આ મેચમાં રમશે કે નહીં તેની શંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@03 PM:કોંગ્રેસના ધારાસભ્યો તોડવા ભાજપનો પ્લાન તૈયાર, અલ્પેશ ઠાકોરે કરી ભવિષ્યવાણી સહિતના સમાચાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/28-may-2019-top-headlines-til-03-pm-2/
via Best Gujarati News