વિરમગામ-માલવણ હાઈવે પર અકસ્માતમાં 3નાં મોત, 20 લોકો ઇજાગ્રસ્ત
વિરમગામ-માલવણ હાઈવે પર અકસ્માતમાં 3ના લોકોનાં મોત થયા છે. પૂર ઝડપે આવતી છોટા હાથી રોડ નીચે ઉતરી જતાં આ અકસ્માત સર્જાયો હોવાની જાણકારી સામે આવી રહી છે. આ અકસ્માતમાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામ-માલવણ હાઈવે નજીક આવેલા નાની મજેઠી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમા 3 લોકોના મોત નિપજ્યા હતાં. અને 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા વિરમગામ સરકારી અને ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. જોકે આ ઘટનાનાં પગલે અકસ્માત સ્થળે લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતાં.
તમને જણાવી દઇએ કે, આ છોટા હાથી ગાડીમાં ગેરકાયદે લોકોને બેસાડવામાં આવ્યા હતાં. છોટા હાથી ગાડી લોકોનાં પરિવહન માટેની ગાડી નથી. આ ગાડીમાં માત્ર સામાનની હેરફેર માટે ઉપયોગ કરવામા આવે છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વિરમગામ-માલવણ હાઈવે પર અકસ્માતમાં 3નાં મોત, 20 લોકો ઇજાગ્રસ્ત appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/978895-23-killed-20-injured-in-road-accidents-on-viramgam-malvan-highway/
via Best Gujarati News

0 Comments