કોંગ્રેસના ધારાસભ્યો તોડવા પાછળ ભાજપનું આ છે ગણિત, 2 ખેલ પાડવાની ફિરાકમાં
ગુજરાતમાં રાજ્યસભાની બેઠકને લઈને રાજકીય ઘમાસાણ તેજ થઇ ગયું છે. રાજ્યસભાની 2 બેઠકને લઈને હાલ ગુજરાતમાં રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી તેમજ સ્મૃતિ ઈરાની અમેઠીથી લોકસભાની ચૂંટણી જીતી ગયા છે.
અમિત શાહ અને સ્મૃતિ ઈરાની અત્યારે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. આ બંને નેતાઓ લોકસભાની ચૂંટણી જીતી ગયા હોવાથી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપવું પડશે. બંને બેઠકો ઉપર એક સાથે ચૂંટણી યોજાય તો વિધાનસભામાં કોંગ્રેસના હાલના સંખ્યાબળને જોતાં ભાજપ એક બેઠક ગુમાવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં ભાજપને પાછી બંને બેઠક મેળવવા BJPને 11 મતની જરૂર છે, ત્યારે તેવી સ્થિતિમાં BJPએ કોંગ્રેસના 11 MLAના મત ઓછા કરવા પડે તેમ છે. તેની તજવીજ હાલની ગુજરાતની રાજનીતિને જોતા ભાજપ દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે.
આજે રાજ્યસભાની 2 બેઠકને લઈને વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં CM રૂપાણી, જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.
જો ગુજરાતની બે રાજ્યસભા બેઠકોનું ગણિત સમજીએ તો, ભાજપના બે નેતાઓ લોકસભા ચૂંટણી જીત્યા હોવાથી રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપે તો ખાલી બેઠકો સામે ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવારો ઊતરે તો તેવી સ્થિતિમાં ભાજપના સભ્યોને બે ઉમેદવાર પૈકી એકની સામે એકડો ઘૂંટવા પડે, જ્યારે બાકીના ધારાસભ્યોને બીજા ઉમેદવાર માટે બગડો ઘૂંટવો પડે તેમ છે.
પેટાચૂંટણી બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 103 થયું છે જ્યારે કોંગ્રેસ ૭૨ ધારાસભ્યો ધરાવે છે તેવી સ્થિતિમાં ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાતા તેમના રાજીનામાથી ભાજપના ધારાસભ્યો ઘટીને ફરીથી 99 થશે. અત્રે મહત્ત્વનું છે કે, કોંગ્રેસના સાથી એવા બીટીપીના 2 અને એનસીપીના એક ધારાસભ્ય છે, લોકસભાની ચૂંટણીમાં ભલે અત્યારે આ બે નાના પક્ષો સાથે ગઠબંધન થયું નથી. છેલ્લે રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના કારણે કોંગ્રેસને જીત મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોંગ્રેસના ધારાસભ્યો તોડવા પાછળ ભાજપનું આ છે ગણિત, 2 ખેલ પાડવાની ફિરાકમાં appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/this-is-the-real-reason-and-calculation-of-bjp-behind-resignation-of-congress-leaders/
via Best Gujarati News
0 Comments