લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં રાજકરણમાં હલચલ જોવા મળી રહી છે. રાજ્યનાં રાજકરણમાં કંઇ નવું થઇ જવા રહ્યું છે તેવા એંધાણ સેવાઇ રહ્યા છે. સોમવારે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બનાસકાંઠાનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુલાકાત કર્યા બાદ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાય તેવા એક પછી એક સમાચાર જાણવા મળી રહ્યા છે.

આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. અલ્પેશ ઠાકોરે આજે ભાજપની વાહવાહી કરી હતી. તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને એક નિવેદન આપ્યું હતું. અલ્પેશ ઠાકોરે આજે ભવિષ્યવાણી કરી હતી કે, ભવિષ્યમાં હજી કોંગ્રેસમાંથી 15થી 17 ધારાસભ્યો ભાજપમાં જોડાય તો નવાઇ નહીં. કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે 15થી 17 ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા છે અને તેઓ ક્યારેય પણ ભાજપમાં જોડાઇ શકે છે.

આજે અલ્પેશ ઠાકોરના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, તે સંપૂર્ણ BJPના શરણે આવી ગયો છે. તો અલ્પેશે આજે પોતાના નિવેદનમાં કોંગ્રેસ પર માછલા ધોયા હતા. અલ્પેશ અને ધવલસિંહનું કોંગ્રેસ વિરોધી વલણ જોવા મળી રહ્યું છે.

તો જ્યારે અલ્પેશ અંગે CM અને પ્રદેશ પ્રમુખને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમને વેઈટ એન્ડ વોચની નીતિ જણાવી હતી. અલ્પેશ અંગે CM અને પ્રદેશ પ્રમુખે જવાબ આપ્યો હતો કે, ‘અલ્પેશ અંગે સમય આવે જોઈશું’.

અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર પણ પોતાની સાથે પાંચ, મધ્ય ગુજરાતમાંથી એક અને સૌરાષ્ટ્રમાંથી વધુ બે ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડે તેમ મનાય છે. કોંગ્રેસની આંતરિક ખટપટ, પ્રદેશ નેતૃત્વ અને વિપક્ષી નેતાથી ત્રાસી ગયા છીએ એવું બહાનું કાઢી કોંગ્રેસના યુવા ધારાસભ્યો હવે ગમે ત્યારે ભાજપ ભેગા થવા થનગની રહ્યા હોવાની ચર્ચા છે.

તમને જણાવી દઇએ કે, સોમવારે Dy.CM નીતિન પટેલ સાથે અલ્પેશ ઠાકોરે કરી મુલાકાત કરી હતી. તેમની સાથે ધવલસિંહ ઝાલાએ પણ નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. નીતિન પટેલની ચેમ્બરમાં 20 મિનિટ સુધી અલ્પેશ ઠાકોરે ચર્ચા કરી હતી. Dy.CM સાથે અલ્પેશ ઠાકોરની બેઠક બાદ તર્ક – વિતર્ક થઇ રહ્યા છે.

જોકે દોઢ કલાકની મુલાકાત બાદ બંને નેતા રવાના થઇ ગયા હતાં. પરંતુ આ મુલાકાત શામાટે કરવામાં આવી અને આ મુલાકાત પર શું ચર્ચા થઇ તે વિશે હજૂ પણ કોઇ પ્રકારની માહિતી બહાર આવી શકી નથી. પરંતુ કોંગ્રેસનાં તમામ હોદા પરથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની આ રણનીતિએ રાજ્યનાં રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અલ્પેશ ઠાકોરની મોટી ભવિષ્યવાણી, ‘કોંગ્રેસમાંથી હજી 15થી 17 ધારાસભ્યો તૂટશે’ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/alpesh-thakores-big-reveal-15-17-congress-leaders-mlas-will-leave-party/
via Best Gujarati News