સુરત મ્યુનિસિપિલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની રેલમછેલ ચાલી રહી છે. 22 માસુમ બાળકોનો જીવ લઈને પણ હજુ લાંચ લેવામાં અધિકારીઓ ગળાડુબ છે. દેશનાં પીએમ અને રાજ્યનાં મુખ્યમંત્રીનો આદેશ પણ નથી ગણકારતા આ બાબુઓ. સુરત મ્યુ.કોર્પોરેશનનો ટેકનિકલ આસિ. લાંચ લેતા ઝડપાયો છે. મ્યુ.કોર્પોરેશનનો ટેકનિકલ આસિસ્ટન્ટને 57 હજારની લાંચ લેતા રંગે હાથે એસીબીએ ઝડપી લીધો છે. તમને જણાવી દઇએ કે, સરથાણાની ઘટનામા સુરત મ્યુ, કોર્પોરેશન જ જવાબદાર છે.

ભ્રષ્ટ અધિકારીઓ, કોર્પોરેટરો, રાજકીય નેતાઓની મિલીભગતના કારણે ભ્રષ્ટાચારની રેલમછેલ ચાલી રહી છે. SMCના ભ્રષ્ટ અધિકારીઓની પાપ લીલાનો ઘટનાક્રમ જોઇ તમે પણ દંગ રહી જશો. જોકે આ પાપ લીલામાં અધિકારીઓ સાથે કેટલાંક કોર્પોરેટરની પણ મિલીભગત સામે આવી રહી છે. રૂપિયા લઈને ગેરકાયદેસર ઈમારતોને કાયદેસર કરવાનો ખેલ સુરતમાં સામાન્ય વાત બની ગઇ છે. સુરત એસીબીએ અનેક લાંચિયા અધિકારી-કોર્પોરેટરોને ઝડપ્યા છે

એસીબીએ સુરત કોર્પોરેશનમાં કરેલા કેસ અને લાંચિયા બાબુઓની યાદી

કેસ નં- 1 તા.21/12/2017

આરોપી –હરેશ એમ પટેલ, જુનીયર ઈજનેર ,એસએમસી, રાંદેર ઝોન
ગુનો–રાંદેરગામમાં એપાર્ટમેન્ટ ઉપર 4 માળનું બાંધકામ થયુ – 5મો માળ બનાવવા માટે અને બાંધકામ ચાલુ રાખવા 50 હજારની લાંચ માંગી અને ઝડપાયો.

કેસનં-2 તા.23/2/2018

આરોપી- મીના દિનેશ રાઠોડ, કોર્પોરેટર, ગોડાદરા-વોર્ડ નંબર 25
દિનેશભાઈ રાઠોડ, મહિલા કોર્પોરેટરનો પતિ
ગુનો- ગોડાદરાની પ્રાઈમરી સ્કુલના સેકન્ડ ફ્લોરના બાંધકામ દરમિયાનન નોટીસ આપીને 5 લાખ માંગ્યા અને એસીબીના હાથે ઝડપાઈ ગયાં.

કેસ નંબર-3 તારિખ. 7/4/2018

આરોપી- માનસંગ એન ચૌધરી ,કાર્યપાલક ઈજનેર ,સુરત મ્યુ. કોર્પોરેશન
નીલેશ આર. રામાવત ,ડેપ્યુટી ઈજનેર , સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન
નીલેશ પટેલ ,આસિસ્ટન્ટ ઈજનેર , સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન
ગુનો- સ્ટ્રીટ લાઈટના કોન્ટ્રકટમાં મૂળ અરજદારને બદલે અન્ય પાર્ટીને ફાયદો કરાવવા ટેન્ડર બારોબાર આપી દીધુ હતું.

કેસ નં-4 7/4/2018

આરોપી – માનસંગ એન ચૌધરી, કાર્યપાલક ઈજનેર, સુરત મ્યુ.કોર્પોરેશન
ચોક્ક્સ કંપનીના પોલના બદલે અન્ય કંપનીના પોલ વપરાશમાં લઇ સુરત કોર્પોરેશનને 33 લાખનો ચુનો ચોપડયો.

કેસ નં-5 તા. 28-5-2019

આરોપી ભીખુભાઇ પટેલ ટેક્નિકલ આસિસ્ટન્ટ (વર્ગ -3), હાઇડ્રોલિક વિભાગ,
વિયર કમ કોઝ-વે, રાંદેર ઝોન, સુરત મહાનગર પાલિકા (SMC), સુરત
લાંચની માંગણીની રકમ રૂ. 57000/-
ગુનો- તાપી નદીમાં જળકુંભી કાઢવાની કામગીરીના કલાકો વધારી દેવા માટે 57 હજારની લાંચ માગી અને એસીબીના હાથે ઝડપાઈ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સુરતમાં 22 માસુમોનાં જીવ લીધા બાદ ભ્રષ્ટ અધિકારીઓની પાપલીલાએ કરી હદ પાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/corruption-officials-of-surat-cross-the-boundary/
via Best Gujarati News