રાજ્યસભાની 2 બેઠકો જીતવા BJPએ શરૂ કર્યું ઓપરેશન, 2 કોંગી MLA નીતિન પટેલને મળ્યા
રાજ્યસભાની બેઠકને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થઇ ગયુ છે. રાજ્યસભાની 2 બેઠકને લઈને રાજનીતિ તેજ થઇ ગઇ છે. લોકસભાની ચૂંટણી જીત્યા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની બેઠક ખાલી પડશે તેથી બંને બેઠક પાછી મેળવવા BJPને 11 મતની જરૂર છે. આ માટે બીજેપીએ એ કોંગ્રેસના 11 MLAના મત ઓછા કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આ અંતર્ગત રાજ્યનાં વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પ્રદીપસિંહ હાજર રહ્યા હતાં.
રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ગતિવિધી તેજ થઇ ગઇ છે. ભાજપે બંને બેઠકો જીતવા માટે ઓપરેશન શરૂ કરી દીધુ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોંગ્રેસના વધુ બે MLA મળ્યા હતાં. નીતિન પટેલને ચોટીલાના MLA ઋત્વિજ મકવાણા અને મહુધાના MLA ઈન્દ્રજીત ઠાકોર પણ મળ્યા છે. જોકે, બંન્ને નેતાઓએ નીતિન પટેલને મળ્યા બાદ ભાજપમાં જોડાવવા અંગે ઈન્કાર કર્યો હતો. અને જણાવ્યું હતું કે, પોતાના વિસ્તારના કામોને લઈને રટણ કર્યું હતું. તમને જણાવી દઇએ કે, છેલ્લાં 2 દિવસમાં કોંગ્રેસના 4 MLA નીતિન પટેલને મળ્યા છે.
જો ગુજરાતની બે રાજ્યસભા બેઠકોનું ગણિત સમજીએ તો, ભાજપના બે નેતાઓ લોકસભા ચૂંટણી જીત્યા હોવાથી રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપે તો ખાલી બેઠકો સામે ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવારો ઊતરે તો તેવી સ્થિતિમાં ભાજપના સભ્યોને બે ઉમેદવાર પૈકી એકની સામે એકડો ઘૂંટવા પડે, જ્યારે બાકીના ધારાસભ્યોને બીજા ઉમેદવાર માટે બગડો ઘૂંટવો પડે તેમ છે.
પેટાચૂંટણી બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 103 થયું છે જ્યારે કોંગ્રેસ ૭૨ ધારાસભ્યો ધરાવે છે તેવી સ્થિતિમાં ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાતા તેમના રાજીનામાથી ભાજપના ધારાસભ્યો ઘટીને ફરીથી 99 થશે. અત્રે મહત્ત્વનું છે કે, કોંગ્રેસના સાથી એવા બીટીપીના 2 અને એનસીપીના એક ધારાસભ્ય છે, લોકસભાની ચૂંટણીમાં ભલે અત્યારે આ બે નાના પક્ષો સાથે ગઠબંધન થયું નથી. છેલ્લે રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના કારણે કોંગ્રેસને જીત મળી હતી.
ઉલ્લેખનિય છે કે, લોકસભામાં ચૂંટાતા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે અને બંને બેઠકો ભાજપને પાછી મેળવવી હોય તો કોંગ્રેસના 11 ધારાસભ્યોના મત ઓછા કરવા પડે. આથી રાજ્યમાં હવે રાજનૈતિક પંડીતો દ્નારા રાજનીતિ પોતાની ચરમસીમાએ પહોંચી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાજ્યસભાની 2 બેઠકો જીતવા BJPએ શરૂ કર્યું ઓપરેશન, 2 કોંગી MLA નીતિન પટેલને મળ્યા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/bjp-has-started-the-campaign-to-win-two-seats-in-rajya-sabha/
via Best Gujarati News
0 Comments