કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, પરેશ ધાનાણીએ ધરી દીધુ રાજીનામું
લોકસભાની ચૂંટણીમાં કારમી હારનો સ્વાદ ચાખ્યા બાદ કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. કાર્યકરો મોટા નેતાઓ પર હારનો ટોપલો ઠલવી રહ્યા છે ત્યાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાજીનામું આપવા માટે જીદે ચઢ્યા છે ત્યારે કોંગ્રેસના અમરેલીના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે બીજેપીના ઉમેદવાર નારણ કાછડીયાથી હાર્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.
પરેશ ધાનાણીએ આજે વિપક્ષ નેતા પદેથી રાજીનામું આપી દીધુ છે. રાજીનામું આપ્યા બાદ પરેશ ધાનાણીએ કહ્યું કે, લોકસભાની ચૂંટણીના નબળા પરિણામો આવતા રાજીનામું આપ્યું છે. અન્ય યુવા ચહેરાને વિપક્ષનાં નેતા બનાવવા માટે પણ ધાનાણીએ રજૂઆત કરી છે.
ત્યાં જ લોકસભામાં કોંગ્રેસની હાર બાદ યુવાનોમાં ભારે રોષે ભરાયા છે અને કોંગી કાર્યકરોએ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષના રાજીનામાની માંગ કરી રહ્યા છે. અને સવાલ કરી રહ્યા છે કે. રાહુલ ગાંધી રાજીનામું આપતા હોય તો અમિત ચાવડા કેમ નહીં? ત્યાં જ કાર્યકરોએ અમિત ચાવડા પર પોતાના સગા સંબંધીઓને ટિકિટ આપ્યાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા કાર્યકરોની વચ્ચે ન આવતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, પરેશ ધાનાણીએ ધરી દીધુ રાજીનામું appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/paresh-dhanani-resigned-as-the-leader-of-the-opposition/
via Best Gujarati News
0 Comments