દાહોદમાં પતિએ પત્નીને આપ્યું એવું સરપ્રાઇઝ કે પત્ની પહોંચી ગઇ યમલોક
દાહોદના કસ્બા વિસ્તારમાં નૂરાની ફ્લેટમા ત્રીજા માળે રેહતા અકરમ ગુલાબ નબી છીપા ઉંમર 55 વર્ષ છે તેઓએ તેમની ઉમર કરતા પણ નાની 25 વર્ષીય રીના જોડે 5 વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા . રિના આમતો મુળ મધ્ય પ્રદેશનાં મંદસોરની હતી. તેના લગ્ન દાહોદના કસ્બા વિસ્તારમા નૂરાની ફ્લેટમા રેહતા અકરમ ગુલાબ નબી છીપા જોડે થયા હતા. અકરમ અને તેની પત્ની રીના વચ્ચે અવારનવાર થતા ઝઘડાના ત્રાસથી રીનાબેન મધ્યપ્રદેશના મદસોર ગામે પોતાના પિયરમાં રહેવા ગઈ હતી ત્યારે અકરમના જણાવ્યા અનુસાર, તેની પત્ની રિના તેની જોડે રહેતી ન્હોતી અને વારમવાર તેના પીયર મંદસોર ખાતે જતી રહેતી હતી અને આરોપી પતિ અકરમના બોલાવવા છતા પણ તે આવતી નહોતી. તેમજ અકરમે એવૂ પણ કહ્યું હતુ કે રીનાના કેટલાય લોકો જોડે આડા સંબંધ હતા. તેને હું વારમવાર સમજાવતો હતો પરંતુ રીના સમજતી ન હતી અને વારંવાર બધા છોકરાઓ જોડે વાતો કરતી હતી.
દાહોદમાં અકરમના પિતાનાં અવસાન બાદ ચાલીસની વિધિ કરવાની હોય પત્ની રિના અને તેના પરિજનોને અકરમે દાહોદ બોલાવ્યા હતા રીના દાહોદ આવી હતી અને કાર્યક્રમ પતાવ્યા બાદ રાત્રે અકરમે તેમને ઘરે રોકાવવા માટે આજીજી કરી હતી. જોકે, રાત્રીના 9 થી 10 ના અરસામાં અકરમ અને રિના વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારે અકરમે રીનાને સરપ્રાઈઝ આપવી છે તેમ કહી રીનાને પોતાના ઘરના ધાબા પર લઇ જઈ તને સરપ્રાઈઝ આપુ એમ કહી અકરમે રીનાને પેટમાં તથા છાતીના ભાગે તથા હાથ પગમાં ચપ્પુના ઘા ઉપરાછાપરી મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ઘટનાની જાણ આસ પાસના લોકો ને પડતા તેઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપી અકરમની અટકાયત કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ હત્યા બાબતે રીનાની માતા નસીમ બેને દાહોદ પોલીસ સ્ટેશને ઘટના સંબંધી ગુનો નોંધાયો હતો. ત્યારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દાહોદમાં પતિએ પત્નીને આપ્યું એવું સરપ્રાઇઝ કે પત્ની પહોંચી ગઇ યમલોક appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/dahod-after-little-fight-husband-killed-wife/
via Best Gujarati News

0 Comments