ગુજરાતમાં કોંગ્રેસની કફોડી સ્થિતિ, ધાનાણી બાદ અમિત ચાવડાએ પણ આપ્યું રાજીનામું
લોકસભાની ચૂંટણીમાં કારમી હારનો સ્વાદ ચાખ્યા બાદ કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. કાર્યકરો મોટા નેતાઓ પર હારનો ટોપલો ઠલવી રહ્યા છે ત્યાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાજીનામું આપવા માટે જીદે ચઢ્યા છે ત્યારે કોંગ્રેસના અમરેલીના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે બીજેપીના ઉમેદવાર નારણ કાછડીયાથી હાર્યા બાદ વિપક્ષ નેતા પદ પરથી રાજીનામું આપી દીધુ હતું ત્યારે આકંલવ વિધાનસભાના ધારાસભ્ય અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનાં પદ પરથી રાજીનામું હાઇકમાન્ડને મોકલી દીધુ છે.
તમને જણાવી દઇએ કે, પરેશ ધાનાણીએ વિપક્ષ નેતા પદ પરથી તો અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી હાઇકમાન્ડને ઇ-મેલ કરીને પોતાનું રાજીનામું આપી દીધુ છે. આમ કોંગ્રેસનાં બે દિગ્ગજ નેતાઓના રાજીનામાંથી રાજ્યનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, બંન્ને કદ્દાવર નેતાઓએ રાજીનામાં તો આપી દીધા છે પરંતુ હાઇકમાન્ડ તેનો સ્વાકાર કરે છે કે નઇ તે જોવાનું રસપ્રદ બની પહશે. પરંતુ ત્યાં જ હાઇકમાન્ડમા કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવા માટે હઠે ચઢ્યા છે. તો ત્યાં એ પણ જોવાનું રહેશે કે રાહુલ ગાંધી બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે કોણ બિરાજમાન થાય છે. પરંતુ હાલમાં તો સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે, ગુજરાતમા કોંગ્રેસ તૂટી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગુજરાતમાં કોંગ્રેસની કફોડી સ્થિતિ, ધાનાણી બાદ અમિત ચાવડાએ પણ આપ્યું રાજીનામું appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/amit-chawda-has-resigned-from-the-congress-president/
via Best Gujarati News
0 Comments