વિદ્યાર્થીઓ આનંદો, રાજ્ય સરકારે નવરાત્રીને લઇને લીધો મહત્વનો નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા ગત વર્ષે નવરાત્રીમાં વેકેશન આપવામાં આવ્યું હતું. જોકે થોડા દિવસ પહેલા આ વેકેશન રદ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ વેકેશન ફરી યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં નવરાત્રી વેકેશન રાખવાનો સરકારનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શિક્ષણ સમિતિ દ્વારા ભલામણ કરાઇ હતી કે નવરાત્રી વેકેશન રદ કરવામાં આવે. જોકે, શિક્ષણ પ્રધાનની બોર્ડના ચેરમેન સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2018-2019ના શૈક્ષણિક કેલેન્ડરમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-2020ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં પણ ચાલું રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપેલી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઇને નવરાત્રી વેકેશન ચાલું રાખવાની પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.
શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે સ્કૂલમાં નવરાત્રીનું વેકેશન આપવામાં આવ્યું છે. શાળાઓમાં નવરાત્રિનું વેકેશન યથાવત રહેશે. આ વેકેશન સરકારી અને ખાનગી શાળાઓમા રહેશે. 30 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન આપવાનું બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 25 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી 13 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, વેકેશનને મુદ્દે શિક્ષણમંત્રીએ બેઠક યોજી હતી. જેમા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
નવરાત્રિએ ગુજરાતનો પર્વ છે. તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. ગરબા એ ગુજરાતની લોકસંસ્કૃતિ છે. તેને ધ્યાને રાખીને નવરાત્રિ પર્વમાં સાત દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. ગત વર્ષે આ માટેનો પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો હતો. ગત વર્ષે દિવાળીના વેકેશનમાં એક અઠવાડીયાનો કાપ મુકી તે રજાઓ નવરાત્રીમાં વિદ્યાર્થીઓને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગના આ નિર્ણયનો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ હેઠળ માન્યતા ધરાવતી સ્કૂલોને અમલવારી કરવાનો પણ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વિદ્યાર્થીઓ આનંદો, રાજ્ય સરકારે નવરાત્રીને લઇને લીધો મહત્વનો નિર્ણય appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/navratri-vacation-will-remain-in-schools-in-gujarat/
via Best Gujarati News
0 Comments