વિસાવદરના કાકચીયાળા ગામમાં ઘરમાં સુતેલી મહિલા પર આદમખોર દિપડાએ હુમલો કરી ફાડી ખાધી હતી. આ પંથકમા આદમખોર દિપડાના હુમલામાં વધુ એક માનવ જિંદગી હોમાઈ છે. થોડા મહિના પહેલા વિસાવદરના હસનાપુર અને અંબાળામા પણ દિપડાએ હુમલો કરી એક મહિલા અને બાળકીને ફાડી ખાધાના બનાવ બન્યા હતા. આ પંથકમાં દિપડાના હુમલાનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ વનવિભાગ આ હુમલાના બનાવ સામે પગલા ભરવામા પાંગળુ પૂરવાર થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વિસાવદરના કાકચીયાળા ગામે એકલા રહેતા શારદાબેન સમજુભાઈ વાવૈયા ઉ.વ.55 પોતાના ઘરે ઓસરીમા સુતા હતા ત્યારે દિપડાએ હુમલો કરી ફાડી ખાધા હતા. પડોશમાં રહેતા લોકોના જણાવ્યા પ્રમાણે મોડી રાત્રીના મકાનમાંથી ચીસના અવાજ આવ્યા હતા પરંતુ મોડી રાત હોવાને કારણે કોઈએ તપાસ કરી ન હતી.વહેલી સવારે લોકોએ મેડી ઉપરથી જોતા મકાનના ફળિયામા સુવાનો ખાટલો અને લોહીના ખાડા ભરેલા જોવા મળ્યા હતા.બાદમા લોકોએ મકાનનો ડેલો કુદીને અંદર જોતા બાજુના ખાલી રૃમમાં શારદાબેનનો દિપડાએ ફાડી ખાધેલો મૃતદેહ પડયો હતો. આ અંગે વનવિભાગ અને પોલીસને જાણ કરતા વનવિભાગ સ્થળ પર પહોંચીને પંચ કામ કરીને લાશને પી.એમ માટે વિસાવદર મોકલવામા આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા હસનાપુરના પ્રભાબેન અને અંબાળા ગામે હિરલ વિનુભાઈ પરમાન ઉ.વ.11ને દિપડાએ ફાડી ખાધા હતા. આ પંથકમા દિપડાના હુમલાના બનાવમા વધારો થઈ રહ્યો છે. કાકચીયાળામા પણ અવાર નવાર દિપડાઓ ગાયો અને વાછરડીઓ પર હુમલા થઈ રહ્યા હોવા છતાં વનવિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અહી દીપડાએ હુમલો કર્યાનુંજણાઈ આવતા તેને પકડવા પાંજરા મુકાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વિસાવદરમાં ઘરની ઓસરીમાં સુતેલી મહિલાને દિપડાએ ફાડી ખાધી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/leopard-killed-woman-at-visavadar/
via Best Gujarati News