ફેસબુક પર પોસ્ટ મૂકી, ચેમ્બરના જ મહિલા સભ્યે સ્મૃતિ ઇરાનીની આકરી ટીકા કરતા સર્જાયો વિવાદ
અનેકવાર વિવાદમાં સપડાયેલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ટેક્ષ્ટાઈલ કમિટીના ચેર પર્સને કેન્દ્રના ટેક્ષ્ટાઈલ મંત્રી વિશે આકરી ટીકા કરવાને પગલે વિવાદ સર્જાયો છે. ટેક્ષ્ટાઈલ કમિટીના ચેર પર્સન મીનાબેન કાવ્યાએ ફેસબુક પર એક પોસ્ટમાં લખ્યું છે કે, કેન્દ્રમાં નવી સરકારની રચનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ટેક્ષ્ટાઈલ સેક્ટરને સમજી શકે અને તે અંગે કંઈક કરી શકે તેવી વ્યક્તિને કાપડ મંત્રાલયના મંત્રી બનાવવામાં આવે તેવી આશા રાખીએ છીએ. ટેક્ષ્ટાઈલ ઉદ્યોગની હાલત અત્યંત ખરાબ થઈ છે.
રાહુલ ગાંધી સામે વિજયી બનેલા ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીની જીત અને મોદીના પ્રશંસક હોવા છતાં તેમણે કરેલી મંત્રીની પસંદગી અંગેના મેસેજ ફેસબુક પર મૂક્યા છે.
ચેમ્બરની ટેક્ષ્ટાઈલ કમિટીના ચેરપર્સન મીનાબેન કાવ્યાએ, મોદીજી પાસે એવી આશા રાખીએ કે કાપડ મંત્રાલયને એવા મંત્રી આપે કે જેમને ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ વિશે સારી સૂઝ બૂઝ અને સમજણ ધરાવતી વ્યક્તિ હોય, અને કાપડ ઉદ્યોગ માટે કંઈ કરે.
આટલા મોટો ઉદ્યોગની ખરાબ હાલત થઈ છે, એવી ટિપ્પણીને પગલે વિવાદનો મધપૂડો છંછેડયો છે. આ મુદ્દે એક વ્યક્તિને જવાબમાં પણ મીના કાવ્યાએ એવો મેસેજ કર્યો છે કે, તેઓ મોદીના પ્રશંસક હોવા છતાં એક વાત એક સમજાતી નથી કે જેમને પોતાના ડીપાર્ટમેન્ટ વિશે કોઈ જાણકારી ન હોય તેવા તોછડા અને ઉદ્ધત મંત્રીની પસંદગી કરી છે.
અમેઠીમાંથી રાહુલ ગાંધી સામે ચૂંટણી જીતેલા સ્મૃતિ ઈરાનીની જીત અંગે તાજેતરમાં એક ચેનલ દ્વારા ઉઠાવાયેલા પ્રશ્નને મીના કાવ્યાએ તેમના મેસેજમાં ટાંક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ફેસબુક પર પોસ્ટ મૂકી, ચેમ્બરના જ મહિલા સભ્યે સ્મૃતિ ઇરાનીની આકરી ટીકા કરતા સર્જાયો વિવાદ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/smriti-irani-female-member-of-the-chamber-of-controversy-rather-than-criticism/
via Best Gujarati News
0 Comments