ગઢડા દેવ મંદિરમાં પોલીસ બૂટ પહેરી ઘુસી જતાં સર્જાયો વધુ એક નવો જ વિવાદ!
ગઢડા સ્થિત સ્વામિનારાયણ દેવ મંદિરમાં દેવ પક્ષના મોભી એવા આચાર્ય રાકેશ પ્રસાદજીના આગમનને લઈને મહિલાઓ દ્વારા કરવામાં આવેલા ભારે વિરોધ પ્રદર્શન અને લાઠીચાર્જનો મામલો હજુ શાંત નથી થયો ત્યાં દેવ મંદિરમાં પોલીસ દ્વારા બૂટ પહેરી કરવામાં આવેલ પ્રવેશને લઈને નવો જ વિવાદ ઉભો થયો છે.
આ અંગેની વિગત એવી છે કે ગઢડા સ્વામિનારાયણ દેવ મંદિર પરિસરમાં ચાલતી હરિચરિત્ર કથાના પૂર્ણાહુતિ પ્રસંગને અનુલક્ષીને ૧૬ વર્ષ બાદ રવિવારે સાંજના સુમારે દેવ પક્ષના મુવી એવા આચાર્ય રાકેશપ્રસાદજી આવી રહ્યા હોય તેનો સ્થાનિક મહિલાઓના એક જૂથ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
આ વિરોધના પગલે મહિલાઓના ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં પોલીસે મહિલાઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો જેમાં એક મહિલાને ઇજા પણ પહોંચી હતી જોકે આ વિવાદ વિડીયો વાયરલ થવાના કારણે વકર્યો હતો.
આ વિવાદ હજુ શાંત નથી થયો તેવામાં વધુ એક તસ્વીર સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેમાં પોલીસદ્વારા મંદિર પરિસરમાં બૂટ પહેરીને પ્રવેશ કરી મહિલાઓને બહાર કાઢવામાં આવી રહી હોય. જો કે આ મુદે પોલીસે સલામતી અને કાયદો વ્યવસ્થાના ભાગરૃપે હાથ ધરેલી પક્રિયાના કારણે આ ચૂક રહી હોવાનું જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગઢડા દેવ મંદિરમાં પોલીસ બૂટ પહેરી ઘુસી જતાં સર્જાયો વધુ એક નવો જ વિવાદ! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gadhada-dev-temple-is-wearing-a-police-booth-and-a-new-controversy/
via Best Gujarati News
0 Comments