જે સુરક્ષાકર્મીઓ સતત નેતાની સાથે ફરીને તેમના પ્રવચનાં સાંભળે છે તે બોર નહીં થતા હોય ? આવો વિચાર ઘણા લોકોને આવતો હોય છે. આ સવાલનો જવાબ એ છે કે, સુરક્ષાકર્મીઓ કંટાળશે કે પ્રભાવિત થશે તેનો આધાર ભાષણ કેવું છે અને સાંભળનાર કેવો છે તેના પર રહેલો છે.

જેમ કે, મુખ્યમંત્રીની સુરક્ષાના વિભાગમાં કામ કરી રહેલા પોલીસ કોન્સ્ટેબલ મનોજ આર.ચોચા અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કાર્યરત હતા ત્યારે ગુજરાત રાજ્યની ર્સ્વિણમ જયંતીની ઉજવણી દરમિયાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને રાજ્ય ખાતર કોઈ સંકલ્પ લેવા જે રીતે પ્રેરિત કર્યા તેની સુરક્ષાકર્મી ચોચા ઉપર એટલી અસર પડી કે તેણે પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રીની કન્યા કેળવણી નિધિમાં નોંધાવવાનું નક્કી કર્યું.

તેને વેતનનો ચેક મુખ્યમંત્રી મોદીને હાથોહાથ આપવાનો અવસર મળ્યો. એ વખતે નરેન્દ્ર મોદીએ ખભે હાથ મૂકીને પૂછયું, તમારો અભ્યાસ કેટલો ? જવાબ મળ્યો, આઠમું પાસ. એ સાંભળીને મુખ્યમંત્રીએ ઊચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને આગળ ભણવા માટે પ્રોત્સાહન આપ્યું. એ વાતને વર્ષો વીતિ ગયાં. એ પોલીસકર્મી એક્સ સ્ટુડન્ટ તરીકે ધોરણમ ૧૦,૧૨ પાસ કરીને છેવટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રના વિષય સાથે સ્નાતક કક્ષાની ડિગ્રી મેળવી.

અને હવે એ ડિગ્રીધારી પોલીસ કોન્સ્ટેબલ મનોજ ચોચાએ ‘ભારત સંઘના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ’ને સંબોધીને તાજેતરમાં એક પત્ર લખ્યો છે. જેમાં ઉપર નોંધેલા સમગ્ર ઘટનાક્રમને યાદ કરાવીને બાદમાં પત્રમાં તેણે લખ્યું છે કે, ‘આપ સાહેબશ્રીએ મને અભ્યાસનું મહત્વ સમજાવીને આગળ ભણવા પ્રોત્સાહન (આપ્યું) અને આશીર્વાદનો ભાવ વ્યક્ત કરેલો જે આજે પણ મારી નજર સમક્ષ લાવ્યા કરૃં છું.

આપ્નું માર્ગદર્શન મારા જીવનનું ઘડતર બન્યું છે.’આ કિસ્સામાં બે વાત સમજવા જેવી છે. ૧-લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે વેર હોય છે એ વાત ખોટી છે. કારણ કે અહીં એક કોન્સ્ટેબલ લક્ષ્મીનું દાન કરીને સરવાળે સરસ્વતીની કૃપા પામ્યો.૨-બોલનાર પ્રભાવશાળી હોય અને સાંભળનાર સમજદાર હોય તો નેતાના વચનો પણ શ્રોતાના જીવનમાં બદલાવ લાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દિલસ્પર્શ કિસ્સો, નરેન્દ્ર મોદીએ પોલીસ કર્મચારીને ખભે હાથ મૂકી આપેલી પ્રેરણા ફળી, જાણો કંઇ રીતે! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/narendra-modi-has-given-inspiration-to-the-police-personnel/
via Best Gujarati News