જાણો Exit Pollમાં મોદીને બહુમત મળતાં જ કેમ ચર્ચામાં આવ્યો ઓસ્ટ્રેલિયાના સર્વેનો મુદ્દો?
ભારતમાં તમામ એક્ઝિટ પોલનાં પરિણામમાં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી એનડીએ સરકાર શાનદાર વાપસી કરતાં સત્તા પર આવશે. આજતક-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં એનડીએને 339થી 365 સીટો મળશે. તો કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોને 77થી 108 સીટો મળશે. બીજેપીની ફરી એકવાર બંપર જીત દેખાતાં વિપક્ષી પક્ષો સહિતનાં વિરોધી પક્ષો ઓસ્ટ્રેલિયાનાં એક્ઝિટ પોલનું ઉદાહરણ આપી 23 મે સુધી રાહ જોવાની વાત કરી રહ્યા છે.
I believe the exit polls are all wrong. In Australia last weekend, 56 different exit polls proved wrong. In India many people don’t tell pollsters the truth fearing they might be from the Government. Will wait till 23rd for the real results.
— Shashi Tharoor (@ShashiTharoor) May 19, 2019
ભારતમાં વિપક્ષી પક્ષો દ્વારા ઓસ્ટ્રેલિયાનાં એક્ઝિટ પોલનો મુદ્દો એટલાં માટે ચગાવવામાં આવી રહ્યો છે કેમ કે, ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં લગભગ બે ડઝન જેટલાં એક્ઝિટ પોલ 24 કલાક પહેલાં જ ખોટાં સાબિત થઈ ચૂક્યા છે.
ઓસ્ટ્રેલિયામાં લગભગ 27થી 50 એક્ઝિટ પોલ્સે વિપક્ષની લેબર પાર્ટીની જીતનું અનુમાન કર્યું હતું. પણ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસનના આગેવાનીવાળી કન્ઝર્વેટિવ ગઠબંધનની ચમત્કારિક વાપસી થઈ હતી. અને એક્ઝિટ પોલના તમામ તારણોને ખોટાં સાબિત કરી દીધા હતા. ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ ગઠબંધનને 74 સીટો તો લેબર પાર્ટીને 66 સીટો મળી હતી.
ઓસ્ટ્રેલિયાની નાઈન ગેલેક્સી નામની સર્વે એજન્સીએ લેબર પાર્ટીની જીતની ઘોષણા કરી હતી. અને કહ્યું હતું કે, કન્ઝર્વેટિવ એલાયન્સને ત્રીજી વખત જીત નહીં મળે. પણ રવિવારે જ્યારે ચૂંટણીના પરિણામ આવ્યા તો પીએમ સ્કોટ મોરિસને બાજી મારી લીધી હતી. નાઈન ગેલેક્સીએ પોતાના એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને 82 સીટ આપી હતી, પણ ચૂંટણીના પરિણામમાં તેમને ફક્ચ 66 સીટો જ મળી હતી.
ન્યુઝ પોલ નામની એજન્સીએ પોતાના પોલમાં લેબર પાર્ટીને 52 સીટો આપી હતી. અને કન્ઝર્વેટિવ પાર્ટીને 48 સીટો આપી હતી. આઈપીએસઓએઓએસ નામની સંસ્થાએ લેબર પાર્ટીને 51.5 સીટો આપી હતી, જ્યારે પીએમ સ્કોટ મોરિસનની પાર્ટીને 48.5 સીટો આપી હતી. પણ ફાઈનલ રિઝલ્ટમાં તમામ પોલના તારણો ખોટાં સાબિત થયા હતા.
ભારતમાં ટીએમસી, કોંગ્રેસ અને ટીડીપીએ એક્ઝિટ પોલનાં આંકડાઓ પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને કહ્યું છે કે, 23મેના રોજ મતગણતરી થશે ત્યારે પરિણામ પોલથી સારા હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જાણો Exit Pollમાં મોદીને બહુમત મળતાં જ કેમ ચર્ચામાં આવ્યો ઓસ્ટ્રેલિયાના સર્વેનો મુદ્દો? appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/opposition-parties-say-exit-polls-are-wrong-like-australian-polls/
via Best Gujarati News
0 Comments